Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટનું ગૌરવઃ ધો. ૧૦-૧રની પરિક્ષામાં પ્રજ્ઞાચક્ષુ બહેનોનો સુંદર દેખાવ

રાજકોટ તા. ૭: માર્ચ-ર૦રર માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧રની પરિક્ષામાં વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટના કુલ ૧૦ પ્રજ્ઞાચક્ષુ બહેનો બેઠા હતાં જેઓ સર્વે પ્રથમ પ્રયાસે સફળ જાહેર થતાં સંસ્થાનું ૧૦૦% પરીણામ આવ્યું છે.

આ બહેનોએ જી.ટી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો હતો. જાહેર થયેલ પરિણામોમાં રાઠોડ વર્ષા ચેનાભાઇ પ૧.૮૬%, જાદવ વિભૂતી જગદીશભાઇ પ૭.૬૦%, હીરપરા મીતલ બટુકભાઇ પ૯.૮૬%, દલસાણીયા રીધ્ધી સુભાષભાઇ ૬૦.૯૩%, વાળા મનીષા બચુભાઇ ૬પ.૭૩%, ચાવડા પૃષ્ટિ ભીખાભાઇ પ૩.૮૬%, ગોહીલ નેહલબા વનરાજસિંહ પ૪.પ૩%, વારગ્યા મુકતા ડાહ્યાભાઇ ૪૪.૦૦%, ચાવડા પુજા મહેશભાઇ ૪ર.૪%, સોંદરવા મનીષા ગોવિંદભાઇ ૪૧.૮૬% હાંસલ કર્યા હતા, સફળ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં લહિયા તરીકે કડવીબાઇ કન્યા વિદ્યાલયનાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતાં બહેનોએ સેવાઓ આપી હતી.

એજ રીતે ધોરણ-૧૦ની પરિક્ષામાં કુલ ૪ પ્રજ્ઞાચક્ષુ બહેનો બેઠા હતાં જેઓ પણ સર્વે પ્રથમ પ્રયાસે સફળ જાહેર થયેલ. આ બહેનોએ મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલય સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો. જેમાં નાગાણી અંજના નવઘણભાઇ પ૦.૬%, મકવાણા આરતી પંકજભાઇ ૬પ.૪%, શેખ શહેનાઝ દાઉદમિયા પ૬.૪૦%, મકવાણા હીરલ ભુપેન્દ્રભાઇ પપ.૬૦% હાંસલ કરેલ. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં લહિયા તરીકે પણ કડવીબાઇ કન્યા વિદ્યાલયનાં ધોરણ-૯ માં અભ્યાસ કરતાં બહેનોએ સેવા આપી હતી.

(2:59 pm IST)