Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પાટણવાવમાં લાકડા બાબતે જાતિ પ્રત્‍યે અપમાનીત કરી બે ભાઇઓએ માર માર્યો

પડધરીના જીલરીયામાં રસ્‍તા પ્રશ્ને માર મારી ફેન્‍સીંગ તોડી નુકશાન કર્યુ

રાજકોટ તા. ૭ :.. પાટણવાવમાં લાકડા બાબતે યુવાનને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી બે ભાઇઓએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ પાટણવાવમાં રહેતા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ રાણવાએ તેના સંબંધીની વાડીએ શેઢે સુકાયેલ લાકડા રાખેલ હોય તે ભરવા જતા સોહિલ મુસાભાઇ હિંગોરા તથા શાહરૂખ મુસાભાઇ હિંગોરા રે. બન્ને પાટણવાવએ આ લાકડા પોતાના હોવાનું કહી પાવડા તથા લાકડાની પટ્ટીની માર મારી જાતિ પ્રત્‍યે અપમાનીત કરતા શબ્‍દો કરયા હતાં. આ અંગે ઇજાગ્રસ્‍ત પ્રવિણભાઇએ ઉકત બન્ને ભાઇઓ સામે ફરીયાદ નોંધાવતા પાટણવાવ પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પડધરીના જીલરીયા ગામે રહેતા પરેશભાઇ રવજીભાઇ વેકરીયાના પિતાને તે જ ગામના રમેશ મગનભાઇ ટીંબડીયા, નીતિન ઠાકરશીભાઇ તથા ભીખા રણછોડભાઇ લીંબાસીયાએ માર મારી પરેશભાઇની જમીનમાં લગાવેલ ફ્રેન્‍સીંગ તોડી પાડી ૧પ હજારનું નુકશાન કર્યુ હતું. ઉકત ત્રણેય શખ્‍સોએ પરેશભાઇના પિતાજીની માલીકીની ફ્રેન્‍સીંગવાળી જમીનમાં માર્ગ કાઢી આપવા બાબતે ઝઘડો કરી માર મારી નુકશાન કર્યુ હતું. આ અંગે ઉકત ત્રણેય સામે પરેશભાઇ વેકરીયાએ ફરીયાદ કરતા પડધરી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)