Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પાનની પીચકારી ઉડવાના ડખ્‍ખામાં અમરેલીમાં એસટી ડ્રાઇવર પર હુમલો

પરેશભાઇ ચોૈહાણ રાજકોટ સારવાર હેઠળઃ અજાણ્‍યાએ લાકડી-પાઇપ ફટકાર્યા

રાજકોટ તા. ૭: અમરેલીમાં ચિતલ રોડ પર રહેતાં અને અમરેલી ડેપોમાં એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં પરેશભાઇ મંગુભાઇ ચોૈહાણ (ઉ.૩૫) પર ચિતલ રોડ પર ડિલક્‍સ પાન નજીક ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ લાકડી-પાઇપથી હુમલો કરતાં ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી.  પરેશભાઇના સગાએ જણાવ્‍યું હતું કે તા. ૪ના રાતે સાડા નવેક વાગ્‍યે પરેશભાઇ બાઇક પર ચીતલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે તેણે પાનની પીચકારી મારતાં અજાણ્‍યા શખ્‍સને સ્‍હેજ છાંટા ઉડતાં એ શખ્‍સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(3:05 pm IST)