Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વોર્ડ નં. ૧૮ના જાનકી પાર્કમાં મેટલીંગ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૮માં જાનકીપાર્ક ખાતે મેટલીંગᅠરોડનું ખાતમુહૂર્ત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા વોર્ડ કાર્યકર્તાઓ અને સ્‍થાનિક આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડનં.૧૮નાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદિપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણાᅠવોર્ડ અગ્રણીᅠશૈલેષભાઈ બુસા, રવિ અમીપરા,ᅠદિનેશ લીંબાસીયા, અનિલ દોંગા, પંકજ દોંગા, પિયુષભાઈ, મિતેષ બોરીચા, શૈલેષ પરસાણા, સુરેશભાઈ, નિલેષ મુંગરા, રાજુભાઈ ફળદુ, સાગર કાચા, મુકેશભાઈ કવલ તથા સ્‍થાનિક આગેવાનો તેમજ જાનકીપાર્કના રહેવાસીઓ બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.ᅠ

 

(3:09 pm IST)