Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

છેલ્લા સપ્‍તાહમાં શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી ૧૩૫ પશુઓ પકડતુ મનપા તંત્ર

કણકોટ પાટીયા, પોપટપરા, ગાંધીગ્રામ, જડેશ્વર, મોટામૌવા, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્‍તારમાં ANCD શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે.
તા.૩૦ મે થી તા. ૫ જુન દરમ્‍યાન  શહેરના વિસ્‍તારો કણકોટ પાટીયા, શિતલ પાર્ક, પોપટપરા, ગાંધીગ્રામ,જામનગર રોડ, તથા આજુબાજુમાંથી ૧૭ (સત્તર) પશુઓ, ત્રિવેણી સોસાયટી, હુડકો કવાર્ટર, શિવમપાર્ક, વિગેરે વિસ્‍તારોમાંથી ૫ પશુઓ, જડેશ્વર, માનસરોવર, કોઠારીયાગામ તથા આજુબાજુમાંથી ૮ પશુઓ, મોટા મૌવા, નવલનગર, અંબિકા ટાઉનશીપ તથા આજુબાજુમાંથી ૧૫ પશુઓ, શિવમનગર, શક્‍તિ સોસાયટી, નરસિંહનગર તથા આજુબાજુમાંથી ૮ પશુઓ, મીરાનગર, સાધુવાસવાણી, રૈયારોડ, ધરમનગર, માધવવાટીકા તથા આજુબાજુમાંથી ૧૫ પશુઓ, મનહરપુર તથા આજુબાજુમાંથી ૮ પશુઓ, તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૧૩૫  પશુઓ પકડવામાં આવેલ છે.

 

(3:10 pm IST)