Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સ્‍વ. મૂળવંતભાઇ દોમડીયાની ૧૭મી પુણ્‍યતિથિએ જીવદયા કાર્યો તથા નવકારમંત્રના જાપનું આયોજન

રાજકોટ તા. ૭ : જૈન અગ્રણી અને ભાજપ વોર્ડ નં ૭ નાં પ્રમુખ રમેશભાઈ દોમડીયા (મો.૯૯ર૪ર૭૦૬ર૯) ની યાદી જણાવે છે કે સ્‍થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળના આધસ્‍થાપક એવા શ્રી સુશ્રાવકરત્‍નᅠ સંસારીસાધુ તરીકે ઓળખાતા સ્‍વ. પૂજય મુળવંતભાઈ દોમડીયા ની ૧૭ મી પુણ્‍યતિથિ નિમિતેᅠ કબૂતરને ચણ, ગોેમાતાઓને ઘાસચારો, કીડીયારૂ તથા મહાવીર નગર ઉપાશ્રય અને મોટા સંઘમાં નવકારમંત્રનાં જાપનું આયોજન કરવામાં આવેલ છે.ᅠᅠ
અત્રે ઉલ્લેખનીય છે કે સ્‍થાનકવાસી જૈન પ્રતિક્રમણનાં આદ્યસ્‍થાપક સ્‍વ. મૂળવંતભાઈ દોમડીયા દવારા શરૂ કરવામાં આવનાર મંડળ છેલ્લા ૪૮ વર્ષથી કાર્યરત છે હાલ ર૪૦ જેટલા ભાઈઓ બહેનો છે ૧ર૦ જેટલા સ્‍થળોએ પર્યુષણ પર્વમાં અલગ અલગ સ્‍થળોએ પ્રતિક્રમણ કરાવા જાય છે. મુળવંતભાઈ દોમડીયા આજીવન બ્રહમચારી, જમવામાં ચાર દ્રવ્‍ય લેનારા, આજીવન સાયકલ પર જતા, એલોપથી દવાની બાધા લીધેલી,ખાદીના કપડા પહેરતા, ચપ્‍પલ ન પહેરતા, દરરોજની ૮ સામાયીક કરનારા મૂળવંતભાઈ દોમડીયાએ વિવિધ પ્રવૃતિઓ ચાલુ કરેલ જેમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં રાજકોટનાં વિવિધ સ્‍થળોએ સવિસ્‍તર પ્રતિક્રમણ કરાવવાની વ્‍યવસ્‍થા, બહારગામ ધર્મ આરાધના-વાંચણી અને સવિસ્‍તર પ્રતિક્રમણ કરાવવાની વ્‍યવસ્‍થા કરેલ.
શહેરના કોઈપણ વિસ્‍તારમાં જૈનશાળા ચાલુ કરવી અને જરૂર જણાયે તેનુ સંચાલન કરવાની વ્‍યવસ્‍થા, ખંડવાર વિવિધ ધાર્મિક પરીક્ષાઓ તથા સામાયિક, પ્રતિક્રમણ સ્‍પર્ધાના આયોજન થકી જૈન શાળાના બાળકોનાં જીવન ઉતકર્ષનું લક્ષ્ય, સ્‍કુલ કોલેજનાં અભ્‍યાસમાં ઉચ્‍ચ ગુણાંક મેળવનાર જૈનશાળાનાં તેજસ્‍વી તારલાઓના સરસ્‍વતી સન્‍માન, કરકસરયુકત જૈનશાળા જમણની વ્‍યવસ્‍થા, જીવદયા પાળવાનાં ઉમદા કાર્યમાં સહભાગી થયેલ જૈનશાળાનાં બાળકો માટે ફટાકડાબંધીના કાર્યક્રમનું આયોજન, શ્રી વર્ધમાન જૈન લાયબ્રેરી તથા ધાર્મિક પુસ્‍તકોનું વાંચન, શ્રી વાત્‍સલય જ્ઞાનવર્ધક સંઘ - પ્રતિષ્ઠાનનાં નેજા હેઠળ રાહત દરે કોમ્‍યુટરનાં વર્ગો, હાયર એજયુકેશન માટે બુક બેંક ફેસીલીટી, સ્‍કોલરશીપ યોજના વગેરેનું આયોજન કરેલ.

 

(3:11 pm IST)