Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આગામી ૧૩મીથી રાજકોટ જિલ્લાના ૮૮૨ કેન્‍દ્રો ઉપર મધ્‍યાહન ભોજન યોજના શરૂ : સવા લાખ બાળકોને લાભ મળશે

દરેક સેન્‍ટર ઉપર જથ્‍થો મોકલાઇ ગયો : સ્‍ટાફની ભરતી પૂરી કરી લેવાઇ : સૌથી વધુ રાજકોટ તાલુકામાં ૧૪ હજાર બાળકો: બે વર્ષ બાદ બાળકો ભોજન પામશે

રાજકોટ તા. ૭ : આગામી ૧૩મીથી રાજકોટ જિલ્લાના ૮૮૨ કેન્‍દ્રો ઉપર મધ્‍યાહન ભોજન યોજના શરૂ કરી દેવાશે, કોરોનાના બે વર્ષના કપરા કાળને કારણે આ યોજના ૧૬-૩-૨૦૨૦ થી ૩૦-૩-૨૦૨૨ સુધી બંધ રહી હતી, તે હવે ફુલ ફલેજમાં પુનઃ રાજકોટ સહિત રાજ્‍યભરમાં શરૂ થઇ રહી છે.
રાજકોટ જિલ્લામાં ધો. ૧ થી ૫માં ૮૩ હજારથી વધુ તો ધો. ૬ થી ૮માં ૪૮ હજાર બાળકો સહિત કુલ સવા લાખ બાળકોને ભોજનનો લાભ મળશે, એવરેજ ડેઇલી ૯૧ હજારથી વધુ બાળકો જમે તેવી શક્‍યતા અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.
આ યોજના શરૂ થઇ રહી હોય દરેક સેન્‍ટરમાં સપ્‍ટેમ્‍બર સુધીનો જથ્‍થો મોકલાઇ ગયો છે, સ્‍ટાફની ઘટ હતી તે પૂર્ણ કરી લેવાઇ છે, રસોયા, હેલ્‍પર, સંચાલક સહિત કુલ ૨૫૦૦નો સ્‍ટાફ રહેશે, રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૪ હજાર, ગોંડલ તાલુકામાં ૧૦ હજાર, જસદણમાં ૧૧ હજાર, વિંછીયામાં ૯ હજાર તથા અન્‍ય તાલુકામાં એવરેજ ૮ થી ૯ હજાર બાળકો રહેશે.

 

(3:13 pm IST)