Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વિશ્વા સૂચકના બોર્ડમાં ડંકાઃ ૯૯.૯૯ પીઆર

૩ વિષયમાં ૧૦૦માંથી૧૦૦: વિશ્વાએ ટીવી.-મોબાઇલનો ઉપયોગ કર્યો પરંતુ અભ્યાસ સમયે ધ્યાન દઇને અભ્યાસ કર્યોઃ ર૦૧૪માં પિતાનું નિધન થયું હતું: ન્યુ ગુરૃકુલ કલાસીસનો સહયોગ મળ્યોઃ વિશ્વાના માતુશ્રી નીપાબેનનું આત્મબળ પ્રેરણાદાયી

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિશ્વા સુચક, તેમના માતુશ્રી નીપાબેન તથા ન્યુ ગુરૃકુલના નિકુંજ ચના ભટ્ટી અને પ્લસ કોમ્યુનિકેશન-વાળા જયેન્દ્રભાઇ પડિયા નજરે પડેછે.(તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : રાજકોટની વિદ્યાર્થીની વિશ્વા સૂચકે બોર્ડમાં ડંકા વગાડીને ૯૯.૯૯ પીઆર સાથે પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેમને ૯૭ ટકા માકર્સ આવ્યા છે. ત્રણ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.

આ તેજસ્વી છાત્રા આજે 'અકિલા'ની મુલાકાતે આવી હતી તેમણે જણાવ્યું હતું. કે, મેં મોબાઇલ ફોન-ટીવીનો ઉપયોગ કર્યો જ હતો શિક્ષણનો કોઇ તનાવ મન પર રાખ્યો ન હતો.

અભ્યાસ સમયે ધ્યાન આપીને અભ્યાસ કરવાનો જે મુદ્દો ન સમજાય તે ટીચરને પૂછી લેવાનો અને સમજવાનો.

વિશ્વાએ સીએ થવાનો ધ્યેય રાખ્યો છે. વિશ્વાના પિતાશ્રી અતુલભાઇ સૂચકનું નિધન ર૦૧૪ ની સાલમાં થયું હતું. માતુશ્રી નીપાબેને આત્મબળ  જાળવી રાખીને વિશ્વાને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ કહે છે કે અમે આખું વર્ષ હોટલમાં જમવા ગયા નથી. વિશ્વા તો પ્રસંગોમાં પણ આવતી ન હતી.

વિશ્વા કોરિયન ડ્રામા જોવાની શોખીન છે. તેણી ફેમીનની ફેન છે. વિશ્વા કહે છે કે, ફેમીનની ડ્રામાં ફેમિલી ફોર્મ હોય છ.ે પણ ભારતીય સિરીયલોની જેમ રોવા-ધોવાના પ્રસંગો નથી હોતા વિશ્વાના માતુશ્રી નીપાબેને જણાવ્યું હતું કે, દરેક બાળકમાં કંઇને કંઇ ટેલેન્ટ હોય છે, બાળકો શિક્ષણના ભારથી જીવન ટુંકાવે તે દુઃખદ ગણાય. શિક્ષણ સિવાય પણ જીવનમાં ઘણું હોય છે. વાલીઓએ બાળકનું ટેલેન્ટ જાણીને તેને વિકસાવવું જોઇએ.

વિશ્વાને માર્ગદર્શન આપનાર નીકુંજભાઇ ચના ભટ્ટીએ જણાવ્યું હતું કે, રાજકોટની ન્યુ ગુરૃકુલ કોચિંગ ઇન્સ્ટિટયુટમાંઅભ્યાસ કરતી ધોરણ ૧ર કોમર્સની ઇંગ્લીશ મીડિયમની વિદ્યાર્થીઓ, માર્ચ ર૦રરમાં લેવાયેલી પરીક્ષામાં ૯૯.૯૯ પીઆર અને ૯૭ ટકા મેળવી, બોર્ડ વન ફસ્ટની સિધ્ધ હાંસલ કરેલ છે. વિશ્વાને એકાઉન્ટમાં ૧૦૦/૧૦૦, સ્ટેટમાં ૧૦૦/૧૦૦  ઓસીમાં ૧૦૦/૧૦૦ મેળવીને પોતાના પરિવાર તથા ન્યુ ગુરૃકુલ કોચિંગ ઇન્સ્ટિટયુટનું નામ રોશન કરેલ છ.ે

વિશ્વાના પિતા વર્ષ ર૦૧૪માં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તેમની માતા ઉપર બધી જવાબદારી આવી પડી હતી. છતાં પોતાની પુત્રીને નિર્મલા સ્કુલ અને ન્યુ ગુરૃકુલ કોચિંગ ઇન્સ્ટિટયુટમાં ભણાવી તેની જરૃરીયાતો પુરી કરવા કોશિષ કરેલ. આજે આ બધાના સંયુકત પ્રયાસોથી વિશ્વા ગુજરાત બોર્ડ પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે અને માર્કસ અનુસાર ૭૦૦માંથી ૬૭૯ માર્કસ  મેળવીને ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજકોટનું નામ ગુજરાત કક્ષાએ રોશન કરેલ છે.

ન્યુ ગુરૃકુલ કોચિંગ ઇન્સ્ટિટયુટનો શિક્ષક ગણ વિશ્વાને અને તેના પરિવારને અભિનંદન (મો.૭૦૪૧૪ ૭૬૮૭૧ મળી રહ્યા છ.ે

ગુરૃકુલ કોચિંગ ઇન્સ્ટિટયુટની શરૃઆત વર્ષ ર૦૦૦ ચનાભટ્ટી સાહબે, વિદ્યાર્થીઓના જિંદગીમાં પરિવર્તન લાવવા માટે કરેલી હતી. ન્યુ ગુરૃકુલમાં ધોરણ ૮ થી ધોરણ ૧ર (સાયન્સ તથા કોમર્સ) થ્ચ્ચ્/ફચ્ચ્વ્,ઘ્ખ્ જ્બ્શ્ફઝ્રખ્વ્ત્બ્ફ, ઘ્ખ્ જ્ત્ફખ્ન્   સુધીનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છ.ેવધારે માહિતી માટે ૯૮રપ૭ ૯૦૭૪૦ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:38 pm IST)