Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ચૂંટણી સહયોગ નિધીનો પ્રારંભ કરાવતા ભાજપના આગેવાનો

પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં ચૂંટણી સહયોગ નિધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત  ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર દ્વારા શહેરભરમાં ચૂંટણી સહયોગ નિધિનો ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રારંભ કરાવાયો હતો. આ તકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનીસીપલ  ફાઈનાન્સના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, તેમજ નિતીન ભુત, મનીષ રાડીયા, કૌશીક અઢીયા, નિતીન રામાણી, કેતન વાછાણી, ધીરૃભાઈ તરાવીયા, હાર્દીક બોરડ, કુલદીપસિહ જાડેજા, સંજયસિહ રાણા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા પોતાનું યોગદાન આપી શહેરીજંનોને આ અભિયાનમાં જોડાવવા અપિલ કરી હતી.

(3:42 pm IST)