Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટમાં રમાનાર ભારત અને આફ્રિકા વચ્‍ચેના ટી-૨૦ મેચની ટિકિટ માટે કાલથી ઓનલાઈન બૂકીંગ

ખંઢેરીના મેદાનમાં ૨૦૨૦માં ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે આંતરરાષ્‍ટ્રીય વન-ડે રમાયો હતો : બન્‍ને ટીમો ૧૫મીએ રાજકોટ આવશેઃ સાંજે ૭ વાગ્‍યાથી મુકાબલો

રાજકોટઃ  ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર છે. ૧૭મીએ રાજકોટના ખંઢેરીના મેદાનમાં ભારત અને આફ્રિકા વચ્‍ચે રમાનાર ટી-૨૦ મુકાબલાની ટિકિટનું ઓનલાઈન વેચાણ આવતીકાલથી શરૂ થશે. ૧૫મીએ બન્‍ને ટીમોનું આગમન થશે. મુકાબલો સાંજે ૭ વાગ્‍યાથી શરૂ  થશે.

ભારત vs દક્ષિણ આફ્રિકા T-20 ઇન્‍ટરનેશનલ સિરીઝની ચોથી મેચ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્‍ટેડિયમ ખાતે રમાશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્‍ટેડિયમ ખાતે છેલ્લી આંતરરાષ્‍ટ્રીય મેચ ૧૭મી જાન્‍યુઆરી ૨૦૨૦ના રોજ ભારત વિ ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે વન-ડે ઈન્‍ટરનેશનલ મેચ રમાઈ હતી. સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્‍ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા દ્વારા રમાયેલી છેલ્લી આંતરરાષ્‍ટ્રીય મેચ ૧૮મી ઓક્‍ટોબર ૨૦૧૫ના રોજ મહાત્‍મા ગાંધી-નેલ્‍સન મંડેલા શ્રેણીની એક દિવસીય આંતરરાષ્‍ટ્રીય મેચ હતી.

કોરોનાકાળના લાંબા સમય બાદ રાજકોટના આંગણે આંતરરાષ્‍ટ્રીય મુકાબલો રમાઈ રહ્યો છે. મેચ સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો ૧૫મી જૂન ૨૦૨૨ના રોજ વિઝાગથી ચાર્ટર્ડ ફ્‌લાઇટ દ્વારા રાજકોટ આવી પહોંચશે.

ચાહકો આવતીકાલથી એટલે કે ૮મી જૂનના રોજ બપોરે ૧૨ વાગ્‍યાથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે. બુક માય શોમાંથી. તેની લિંક પણ આવતીકાલથી સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ www.saucricket.com પર ઉપલબ્‍ધ બનશે.

(3:44 pm IST)