Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટ પબ્લિક સ્કૂલનું ધો. ૧૦નું ૧૦૦% ઝળહળતુ પરિણામ

રાજકોટ : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં રાજકોટ શહેરમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી રાજકોટ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતુ પરિણામ મેળવ્યુ છે. જેમાં પડશાલા કુલદીપ રાજેશભાઇ ૯૯.૦૪ પી.આર. અને પટેલ રામ જીતેશભાઇએ ૯૮.૩૯ પી.આર. પ્રાપ્ત કરેલ છે. આ ઝળહળતી સફળતા બદલ રાજકોટ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી જિતેશ ઉકાણી, હસુભાઇ ઉકાણી, ભરત દઢાણીયા, વિજય દઢાણીયા, અમિત ત્રાંબડીયા, સમીર કાલરિયા, વિશાલ કાલરિયા અને પરેશ ગોહેલ તેમજ પ્રિન્સીપાલ કાશ્મીરાબેન ચોટલિયાએ સ્કૂલના ધોરણ ૧૦ના તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અભિનંદન આપેલ હતા.

(3:44 pm IST)