Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

૧રમીએ ચેમ્‍બરનું વાર્ષિક સ્‍નેહમિલન

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ હાજર રહેશે

રાજકોટ તા. ૭ :.. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સનું વાર્ષિક સ્‍નેહમિલન તા. ૧ર-૬-ર૦રર ને રવિવારે સાંજે ૬ વાગ્‍યાથી ગોલ્‍ડન કલ્‍યાણ પાર્ટી પ્‍લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક, સીનર્જી હોસ્‍પીટલ સામે રાજકોટ ખાતે યોજવામાં આવશે.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન પદે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રહેશે. જયારે અતિથિવિશેષ પદે વિજયભાઇ રૂપાણી, અરવિંદભાઇ રૈયાણી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો. પ્રદિપ ડવ, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા ઉપસ્‍થિત રહેશે.

રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી. પી. વૈષ્‍ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મા. મંત્રી નૌતમ બારસીયા અને કારોબારી સભ્‍યોએ ચેમ્‍બરના સભ્‍યોને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું છે. મેમ્‍બર યુનિટ દીઠ બે પાસ તા. ૧૦-૬-રર સુધીમાં ઓફસેથી લઇ જવા જણાવાયું છે.

(3:45 pm IST)