Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાજપ દ્વારા મેયર બંગલે વર્કશોપ

કેન્દ્રીય  ભાજપની યોજનાનુસાર દેશભરમાં આગામી તા.૧૬ જૂનથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહયો છે તે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં રાજયભરમાં આ અભિયાન યોજાશે તે પૂર્વે રાજકોટ શહેર  ભાજપ દ્વારા મેયર બંગલા ખાતેે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ બોરીચા, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાયની ઉપસ્થિતિમાં એક વર્કશોપનું આયોજન કઙ્ગરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ પ્રાથમિક સદસ્યતા અભિયાન તેમજ આવતીકાલથી યોજાનાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી તેમજ પ્રાથમિક સદસ્યતા અભિયાન અંગે નિતીન ભુત અને ઓનલાઈન પ્રક્રિયા અંગે સોશ્યલ મીડીયાના હાર્દિક બોરડએ માહિતી આપી હતી. આ બેઠકનું સંચાલન જીતુ કોઠારી એ કર્યુ હતુ અને સાંધિક ગીત કાથડભાઈ ડાંગરએ કરાવેલ હતુ. આ બેઠકને સફળ બનાવવા અનિલભાઈ પારેખ, હરેશ જોષી, રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા, નલારીયન પંડિતએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)