Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પુત્રી પ્રત્‍યે વહાલ છલકાવતી ગુજરાતી ફિલ્‍મ ‘લવ યુ પપ્‍પા' ૧૭ મીએ સીનેમાઘરોમાં રીલીઝ

રાજકોટ તા. ૭ : ‘લવ યુ પપ્‍પા' ફિલ્‍મ પિતા અને પુત્રી વચ્‍ચેના વહાલને લઇને તૈયાર કરવામાં આવી છે. દીકરી દેવો ભવ સુત્રને ચરીતાર્થ કરવા સરસ પ્રયાસ થયો છે. તેમ ફિલ્‍મના અભિનેતા કમ દિગદર્શક અખિલ કોટકે ‘અકિલા' ખાતેની મુલાકાતમાં જણાવ્‍યુ હતુ.
તેઓએ કહેલ કે દર્શકોને કઇક નવુ જ પીરસવા અમે પ્રયાસ કર્યો છે. સીંગલ ફાધર દ્વારા દીકરીના ઉછેરને લઇને બનાવેલ આ ફિલ્‍મમાં ૭ જેટલા સોંગ છે. હાલમાં જ બ્‍લુ લાયન એન્‍ટરટેઇનમેન્‍ટ કંપની દ્વારા ફિલ્‍મનું ટ્રેલર પણ લોન્‍ચ થયુ હતુ. આગામી તા. ૧૭ જુનના ગુજરાત, યુ.કે. અને ઓસ્‍ટ્રેલીયાના સીનેમાઘરોમાં ફિલ્‍મ રીલીઝ થવા જઇ રહી છે.
ફિલ્‍મમાંસ્ત્રી પાત્ર નિભાવતી કોફી ગર્લ્‍સ ફેઇમ પ્રાપ્‍તિ અજવાળીયાએ જણાવેલ કે આ પારિવારિક ફિલ્‍મ છે. દર્શકોને ઇમોશ્‍નલ કરી દયે તેવી કથા છે. હું અને અખિલ કોટક ઉપરાંત જીતેન્‍દ્ર ઠકકર, દિશા દેસાઇ, સોની જેસવાલ ભટ્ટ, કશીશ રાઠોર, આરતી દેસાઇ, ભાવિક જગડ, હર્ષલ માંકડ, કિંજલ ખુંટ, ભક્‍તિ જેઠવા વગેરે કલાકારોએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે.
જયારે ફિલ્‍મમાં આવરી લેવાયેલ ગીતોને સ્‍વર ઓસમાણ મીર, મયુર ચૌહાણ, ગીતા ચૌહાણ, દ્રષ્‍ટિ વછરાજાણી અંધારીયા, નીરજ વ્‍યાસ, હેમલ પ્રજાપતિ, વિધિ ઉપાધ્‍યાય, આસીફ જેરીયા અને હેમંત જોશીએ આપેલ છે. ડો. નિરજ મેહતાના શબ્‍દો સંગીત ઉત્‍પલ જીવરાજાણીએ આપેલ છે.
ફિલ્‍મનું તમામ શુટીંગ રાજકોટમાં જ આવરી લેવાયુ છે. ડીઓપી હરેશ ગોહિલ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવેલ દ્રશ્‍યોને રાજુ પોરીયા દ્વારા એડીટ કરાયા છે. પ્રોડકશન રવિ ખુંટે સંભાળ્‍યુ છે. જયારે એસોસીએટ ડીરેકટરની જવાબદારી પુષ્‍પરાજ ગુંજને સંભાળી છે. ડાયલોગ અને સ્‍ક્રીન પ્‍લે આસીફ અજમેરી અને વિનોદ પરમારના છે. સાઉન્‍ડ ડીઝાઇન નીરજ વ્‍યાસ દ્વારા કરવામાં આવેલ છે.
તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગુજરાતી ફિલ્‍મ ‘લવ યુ પપ્‍પા' ના અદાકાર કમ દિગ્‍દર્શક અખિલ કોટક તથા બાજુમાં પ્રાપ્‍તિ અજવાળીયા, દિશા દેસાઇ અને ભાવિક જગડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:47 pm IST)