Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

૫ દિવસની ખાસ ચેકીંગ ઝુંબેશમાં ટ્રાફીક નિયમન ભંગ બદલ સેંકડો વાહન ચાલકો દંડાયા : પોલીસ પણ ઝપટે

ગાંધીનગરથી રાજકોટમાં પ્રવેશતાની સાથે જ ટ્રાફીક સમસ્‍યાથી વાકેફ બની ચુકેલા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સમસ્‍યાના નિરાકરણ માટે સક્રિય : ૧૨.૪૬ લાખનો દંડ વસુલ : પોલીસ હેડ કવાર્ટર અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વાહનોનો ૨૦ હજાર દંડ અને ૧૦ હજાર પેન્‍ડીંગ ઇ-મેમોની વસુલાત : નંબર પ્‍લેટ વગરના પોલીસના રર વાહનો ‘ટો' કરાયા

રાજકોટ, તા., ૭: નવનિયુકત પોલીસ કમિશ્નર રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્‍યાનું નિરાકરણ લાવવા સક્રિય બન્‍યા છે. પોલીસ કમિશ્નર પદનો ચાર્જ સંભાળવા ગાંધીનગરથી રાજકોટમાં પ્રવેશતાની સાથે જ આ સમસ્‍યા ઉડીને આંખે વળગી હતી ત્‍યારે જ તેમણે માધ્‍યમો સમક્ષ ટ્રાફીકની સમસ્‍યા હળવી બને તેવા પગલાં લેવાનો કોલ આપ્‍યો હતો. આ અંતર્ગત તા. ર જીથી  ૬ઠ્ઠી સુધી ખાસ ટ્રાફીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેંકડો વાહન ચાલકો ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ ઝપટે ચડી ગયા હતા.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન ટ્રાફીક વિભાગના એસીપી વી.આર.મલહોત્રા અને જે તે પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ દ્વારા શહેરભરમાં રેન્‍ડમ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન સુપ્રિમ કોર્ટના નિષેધ છતા વાહનોમાં બ્‍લેક ફિલ્‍મ લગાવી ફરતા ૩૮૦ વાહન ચાલકો સામે કેસ કરી ૧,૯૦ હજાર વસુલવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત નિયત ગતીથી વધુ ઝડપે શહેરના માર્ગો ઉપર વાહનો ચલાવતા ૮૨ વાહન ચાલકો સામે નિયમભંગ બદલ પગલાં લઇ ૧,૬પ,૦૦૦ વસુલવામાં આવ્‍યા હતા. ટ્રાફીક અડચણરૂપ ૬૭ર વાહનો ઝડપી લઇ તેમના માલીકો પાસેથી પ,૦પ,૭૦૦ તેમજ સુશોભીત નંબર પ્‍લેટ લગાવી ફરતા પ૯૮ વાહન ચાલકો પાસેથી ૧,૮૦,૦૦૦ તેમજ નંબર પ્‍લેટ વગર બિન્‍દાસ્‍ત ફરતા ૩૭૬ વાહન ચાલકો પાસેથી ૧,૮૩,પ૦૦ દંડ પેટે વસુલવામાં આવ્‍યા હતા. જયારે ૧૭પ વાહનો ડીટેઇન કરવામાં આવ્‍યા હતા.
ઝુંબેશ દરમિયાન પોલીસ કમિશ્નર કચેરી અને પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સામે પ૦ કેસ કરી ર૦,૦૦૦ દંડ પેટે જયારે ૧૦,૦૦૦ પેન્‍ડીંગ ઇ-મેમોની રિકવરી કરવામાં આવી હતી. જયારે પોલીસ કર્મચારીઓના નંબર પ્‍લેટ વગરના રર વાહનો ડીટેઇન કરવામાં આવ્‍યા હતા.
પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે જણાવ્‍યું હતું કે, એચએસઆરપી નંબર પ્‍લેટ વગર  ફરતા વાહનો અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકો સામે સમયાંતરે ચેકીંગ ચાલુ જ રહેશે

 

(3:49 pm IST)