Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શહેરના રાજમાર્ગો પરથી ચાના થડા- ટેબલના દબાણો હટાવ ઝુંબેશ યથાવત

વિવિધ વિસ્‍તારોમાંથી વધુ ૧૨ ચીજવસ્‍તુઓ જપ્‍તઃ ૮ હજારનો દંડ

રાજકોટ,તા.૭: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્‍ટ દ્વારા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્‍યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. અન્‍વેય શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા વધુ ૧૨ ટી સ્‍ટોલ અને ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્તી આવેલ છે.  આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્‍ટોલ અને અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુ ૧૨ (ઠાકરધણી ટી સ્‍ટોલ,ગાત્રાળ ટી સ્‍ટોલ, શ્રી મોમાઈ ટી સ્‍ટોલ)તે ૧૫૦ ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક, નાના મૌવા રોડ, ઢેબર રોડ, ૮૦ ફુટ રોડ, એ.યુ. બેંકની બાજુમાં, બાપાસિતારામ ચોક, યાજ્ઞિક રોડ, જયુબેલી, ત્રીકોણબાગ, ગોંડલ રોડ, ઢેબર રોડ વન-વે, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતો અને વહીવટી ચાર્જ રૂ. ૮,૧૦૦ જે ૧૫૦ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક, ખોડીયાર પરા, જામનગર રોડમાથી વસુલ કરવામા આવ્‍યો.

(3:50 pm IST)