Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

BRTS સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૩.૩૯ લાખનો દંડ

સીટી બસના ૧૬ કંડકટરો સસ્‍પેન્‍ડઃ છેલ્લા અઠવાડીયામાં ૩.૩૧ લાખ મુસાફરોએ લાભ લીધોઃ ટીકીટ વિનાના ર૦ મુસાફરો ઝડપાયા

રાજકોટતા.૭:.  મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૩૦મે થી ૫ જુન સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૩.૩૯ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૬ કન્‍ડક્‍ટરને કાયમી  તથા ટેમ્‍પરરી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે.
આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૩૦ મે થી ૫ જુન  સુધીમાં કરાવમાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
સીટી બસ
સીટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ ૮,પ૦૦ કિ. મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ર,૯૭,પ૦૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.
સીટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ, અનિયમિતતા સબબ કુલ ૧૩ કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૩ કંડકટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. તથા ચેકીંગ દરમિયાન કુલ ર૦ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ર૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
બીઆરટીએસ સેવા
રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરીજનોને બીઆરટીએસ રૂટ પર કુલ ૧૯ બીઆરટીએસ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. બીઆરટીએસ બસ સેવામાં તા. ૩૦ મે  તા. પ જૂન દરમિયાન કુલ અંદાજીત ર૭,૯૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૩,૪૧૪ મુસાફરો દ્વારા તેનો  લાભ લેવામાં આવેલ છે.
બીઆરટીએસ બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ
બીઆરટીએસ બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ર,૯ર૬ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

 

(3:50 pm IST)