Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ગઇકાલે હેમુ ગઢવી હોલ પાછળથી બાઇક ચોર્યુ આજે પકડાઇ ગયા

યશ ભુવા અને અવધ કણસાગરાને માલવીયાનગર પોલીસે કૃષ્‍ણનગર રોડ પરથી સકંજામાં લીધા

રાજકોટ તા. ૭: સ્‍વામિનારાયણ ચોક કૃષ્‍ણનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બે શખ્‍સો યશ જીતેન્‍દ્રભાઇ ભુવા (ઉ.૨૧-રહે. દ્વારકાધીશ સોસાયટી, જલજીત મેઇન રોડ, મુળ જામજોધપુર) તથા અવધ દિલીપભાઇ કણસાગરા (ઉ.૨૬-રહે. સાકેત પ્‍લાઝા ફલેટ નં. ૩૦૪, રૈયા રોડ હનુમાન મઢી ચોક)ને રૂા. ૩૦ હજારના ચોરાઉ બાઇક જીજે૦૩જેબી-૧૫૩૮ સાથે પકડી લીધા છે.

આ બંને વાહન લઇને નીકળતાં કાગળો માંગતા યોગ્‍ય જવાબ આપી શક્‍યા નહોતાં. પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં વાહનના માલિક અન્‍ય કોઇ હોવાનું ખુલતાં વધુ પુછતાછ કરતાં તેણે આ બાઇક ગઇકાલે તા.૬ના સવારે હેમુ ગઢવી હોલ પાછળ રેલ્‍વેના પાટા નજીકથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મસરીભાઇ, દિગપાલસિંહ, અજયભાઇ, કોન્‍સ. કુલદિપસિંહ, ભાવેશભાઇ સહિતે પકડી લીધા હતાં.

(4:38 pm IST)