Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કેશીયો પાર્ટીના ઢોલી કાળુએ સિવિલ હોસ્‍પિટલે આવીને એસિડ પી લીધું

પરિણીતા સાથે મિત્રતા કરી હોઇ માતાને ન ગમતાં પગલું

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતાં કાળુ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામના યુવાને રાતે સવા દસેક વાગ્‍યે ઘરેથી સિવિલ હોસ્‍પિટલે આવી એક્‍સ રે રૂમ પાસે એસિડ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કાળુ બે ભાઇ અને એક બહેનમાં વચેટ તથા કુંવારો છે અને ગોૈશાળાની કેશીયો પાર્ટીમાં ઢોલ વગાડવાનું કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે મારે એક પરિણીત સાથે ફ્રેન્‍ડશીપ થઇ ગઇ છે. તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. મારી આ પરિણીતા સાથેની ફ્રેન્‍ડશીપ મારા માતાને પસંદ ન હોઇ તે કારણે મને માઠુ લાગી જતાં ઘરેથી એસિડ લઇને નીકળી ગયો હતો અને હરતો ફરતો સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા બાદ વિચારે ચડી ગયા બાદ એસિડ પી ગયો હતો. 

(4:38 pm IST)