Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભીમ અગીયારસે ગૌ વંદના - શ્વાન વંદના

જય માતાજી અબોલ જીવ ટ્રસ્‍ટનું આયોજન : ગુરૂવારે શ્રમયજ્ઞ : શુક્રવારે વિતરણ

રાજકોટ તા. ૭ : જય માતાજી અબોલ સેવા કેન્‍દ્ર દ્વારા ભીમ અગીયારસ નિમિતે તા. ૧૦ ના શુક્રવારે ‘ગૌ વંદના-શ્વાન વંદના' ભંડારાનું સતત ૧૧ માં વર્ષે આયોજન કરાયુ છે.
જેમાં રસ્‍તે રઝળતી ગૌ માતાઓ, શેરીઓમાં રખડતા શ્વાનોને ભરપેટ ભોજન કરાવવામાં આવશે. તેમજ પક્ષીઓ, માછલીઓ સહીતના મુંગા જીવોને પણ ખોરાક અપાશે. ગાય માટે ૪૫૧ કીલો લાડુ, ૧૦૦ કિલો બુંદી, ૫૧ કિલો ગાંઠીયા, શ્વાન માટે ૪૫૫૧ નંગ રોટલી, ૫૧ લીટર દુધ, કીડી માટે ૪૦ કિલો કીડીયારૂ, પક્ષી માટે ૧૦૦ કિલો ચણ, ખીસકોલી માટે ૪૦ કિલો મકાઇના ડોડાનો ટાર્ગેટ સંસ્‍થાએ રાખ્‍યો છે.
આ બધી સામગ્રી તૈયાર કરવા તા. ૯ ના શ્રમયજ્ઞ એરપોર્ટ ફાટક પાસે, રાજકૃતિ એફ-૧ ખાતે સવારે ૧૦ થી સાંજના ૬ સુધી ચાલશે. સેવા આપવા સૌકોઇએ જોડાવા અનુરોધ કરાયો છે.
સમગ્ર સેવાયજ્ઞનને સફળ બનાવવા સંસ્‍થાના દોલતસિંહ ચૌહાણ (મો.૮૯૮૦૫ ૦૧૫૦૩), ચંદુભાઇ ગોળવાળા (મો.૯૩૭૪૧ ૦૧૭૧૬), મિતલભાઇ ખેતાણી, ચિરાગભાઇ જલારામ, પારસભાઇ મોદી, મનસુખભાઇ આણંદભાઇ, મનસુખભાઇ બલદેવભાઇ, ચંદુભા ડાભી, મનુભાઇ પ્રજાપતિ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:52 pm IST)