Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મારૂતિ વેગનઆરની ચોરી કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૭: બંધ કારખાનાનું તાળુ તોડી કારખાનાની બહાર પાર્ક કરાયેલ મારૂતિ વેગનાર ગાડીની ચોરીના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ફરીયાદી અતુલભાઇના ન્‍યુ શકિત મેઇન રોડ, રાજકોટ ખાતે આવેલ બેંગ્‍લ્‍સના કારખાનાનું તાળુ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ખીટીમાંથી બહાર ફરીયાદીની પાર્ક કરાયેલ મારૂતી વેગનાર ચાવી મેળવી ગાડીની ઉઠાંતરી કરવાના ગુન્‍હા સબબ થોરાળા પોલીસ સ્‍ટેશનના અધિકારીએ આરોપી લખન બચુભાઇ માલાણી રહે. ચુનારાવાડ શેરી નં. ૧/૧૪ વાળાની ધરપકડ કરેલ.

સદર ગુન્‍હામાં આરોપીએ જામીન ઉપર છુટકારો મેળવવામાં કોર્ટ સમક્ષ જામીન અરજી કરતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ એ. સોસન જામીન અરજી સામે સખત વાંધા રજૂ કરેલા અને વધુમાં દલીલ એવું રજુઆત કરેલી આરોપી સામે અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ઘણા બધા ગુન્‍હાઓ નોંધાયેલ હોય, આરોપી ચોરી કરવાની તથા મારકૂટ કરવાની ટેવ વાળા હોય તેમજ બનાવ સમયે આરોપી ચોરી કરેલ ગાડી બેફીકરાઇથી ચલાવી અન્‍ય વાહન ચાલકોનું નુકસાન કરેલ હોય તેમજ જાહેર રસ્‍તા ઉપર અન્‍ય લોકોના જીવ જોખમ થાય તે પ્રકારનું વર્તણુંક કરેલી હોય જેથી આરોપીના સમાજ વિરૂધ્‍ધી ગુન્‍હો હોવાથી જામીન ઉપર મુકત કરી શકાય નહીં તેવી દલીલો ધ્‍યાને લેતા કોર્ટે આરોપી લખન બચુભાઇ માલાણીની જામીન અરજી નામંજુર કરેલી હતી.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ આબીદ એ. સોસન રોકાયેલ હતા.

(3:52 pm IST)