Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

હેન્‍ડલ લોક વગરના વાહનો રાત્રે ચોરી લેતા'તાઃ ક્રાઇમ બ્રાંચે ત્રણને પકડયા

અનિકેત, રાજદિપ અને મિતરાજની ધરપકડઃ બે વાહનચોરીનો ભેદ ખુલ્‍યોઃ કિરતસિંંહ, અમિતભાઇ, નગીનભાઇ અને પ્રદિપસિંહની બાતમી

રાજકોટ તા. ૭: રાત્રીના સમયે શેરીઓ ગલીઓમાં હેન્‍ડલ લોક વગરના વાહનો પાર્ક કરાયા હોય તેની ચોરી કરી લેતાં ત્રણ શખ્‍સોને ક્રાઇમ બ્રાંચે પકડી બે વાહનચોરીના ભેદ ઉકેલ્‍યા છે.
પોલીસે અનિકેત મનોજભાઇ રાઠોડ (ઉ.૨૨-રહે. ચામુંડાનગર-૧, ખીજડાવાળો રોડ), રાજદિપ ઉર્ફ બાબુ દિનેશભાઇ પરમાર (ઉ.૧૯-વિશ્વનગર આવાસ ક્‍વાર્ટર બ્‍લોક-૨૧) તથા મિતરાજ રાજેન્‍દ્રસિંહ પરમાર (ઉ.૧૯-રહે. સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ શ્રી રામ ટાઉનશીપ બ્‍લોક-એ ૧૦૧૨)ને મવડી ચોકડીના જાહેર શૌચાલય પાસેથી બે બાઇક સાથે પકડી લઇ આકરી પુછતાછ કરતાં આ વાહનો ચોરી કર્યાનું કબુલતાં ત્રણેયની ધરપકડ કરવામં આવી હતી. પોલીસે એક વાહન કબ્‍જે લીધું છે. અન્‍ય એક વાહન ચોરી પણ કબુલી છે. ડીસીબીના કિરતસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની સુચના મુજબ પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, મયુરભાઇ, સંજયભાઇ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલા શખ્‍સોમાં અનિકેત અગાઉ મારામારીમાં, રાજદિપ વાહનચોરી સહિતના બે ગુનામાં અને મીતરાજ જાહેરનામા ભંગના બે ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છે.

 

(3:53 pm IST)