Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વકીલને આપેલ ચેક પાછો ફરતા આરોપીને છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા.૭: એડવોકેટના ૬ લાખ ચૂકવવા આપેલ ચેક પરત ફરતા આરોપીને ૬ માસની સજા ફટકારી હતી.

આ કેસની હકીકત એવી હતી કે ફરીયાદી એડવોકેટ મહેશ માટીયાએ તેમના મિત્ર ઇમરાન હનીફ ડેલાને નાણાકીય જરૂરીયાત ઉભી થતાં આરોપીના વચન અને વિશ્‍વાસ આપી હાથ ઉછીના રૂપિયા તા.૨૫-૪-૨૦૧૮ના રોજથી ૬,૦૦,૦૦૦/ આપેલ હતા. ત્‍યારબાદ ફરીયાદીને સદરહુ નાણાની જરૂરીયાત ઉપસ્‍થિત થતા પૈસાની માંગણી કરેલ ત્‍યારે આરોપી દ્વારા દેવુ ચૂકવવા અર્થે રૂપિયા ૬ છ લાખનો ચેક આપેલ હતો.

સદરહું ચેક પરત ફરેલ હોય તેમજ ફરીયાદીના વકીલ મારફતે ડીમાન્‍ડ નોટીસ મોકલ્‍યા બાદ પણ આરોપી દ્વારા ચેક મુજબના નાણા પરત કરેલ ના હોય જેથી કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી હોય ફરીયાદ પક્ષે અસલ ચેક, બેન્‍ક દ્વારા આપેલ ચેક રિટર્ન મેમો, નોટીસ, મનીસ્‍લીપ, વી જેવા દસ્‍તાવેજી પુરાવા રજૂ કરેલ અને કેસ ચાલી જતા આરોપી ઇમરાન હનીફભાઇ ડેલની ગુનેગારી સાબિત થયેલ અને સી.આર.પી.સી. કલમ ૨૫૫ (ર) મુજબ દોષિત ઠેરવવામાં આવેલ તેમજ નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ સજાને પાત્ર ગુના માટે સી.આર.પી.સી.ની કલમ ૩૫૭ (૩) મુજબ ૬  મહિનાની કેદની સજા તેમજ ચેકની રકમ મુજબ ત્રણ મહિનામાં વળતર ચૂકવવા કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામના ફરીયાદી મહેશ માટીયા પક્ષે રાજકોટના એડવોકેટ ભાવેશ બાંભવા, હિતેષ વિરડા રોકાયેલ હતા.

(3:55 pm IST)