Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શહેરી રસ્‍તાઓ ઉપર જયાં ખોદાણ થયેલ છે ત્‍યાં પેચ વર્ક કરો

પ્રી- મોન્‍સુન કામગીરી કાગળ પર જ, પાણી ભરાવાની સમસ્‍યા ઠેર ની ઠેર જ રહેશેઃ રાજુ જુંજા

રાજકોટઃ શહેરના રસ્‍તાઓ પર જયાં ગટર લાઈનના ખોદાણ થયેલ  છે. ત્‍યાં ડામર રસ્‍તાઓ ઉપર તાત્‍કાલીક અસરથી પેચ વર્ક કરવામાં નહીં આવે તો ચોમાસામાં શહેરીજનોને ભારે હાલકી ભોગવવી પડશે.

આ ઉપરાંત નીચાણવાળા વિસ્‍તારોમાં જયાં દરવર્ષે પાણી ભરાય છે. ત્‍યાં પ્રિ- મોન્‍સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ રહેતા શહેરી વિસ્‍તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્‍યા ઠેરની ઠેર જ રહેશે આ બાબતની ગંભીર નોંધ લઈ વહેલી તકે પગલા લેવા સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુભાઈ જુંજા દ્વારા માંગણી કરવામાં આવી છે.

(3:55 pm IST)