Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

એચડીએફસી બેંક પરિવર્તન દ્વારા રાજકોટ સહિત ૪૦ શહેરમાં ઇન્‍જીનીસ ઓફ કેમ્‍પેઇન લોન્‍ચ

રાજકોટ તા. ૭ :.. વર્લ્‍ડ એન્‍વાર્યમેન્‍ટ ડે નિમિતે વાયુ પ્રદુષણને ઘટાડવાના મહત્‍વ અંગે જાગૃતિ પેદા કરવા એચડીએફસી બેંક પરિવર્તને રવિવારે મોટા પાયે #EnginesOff નામનું  જાગૃતિ અભિયાન લોન્‍ચ કર્યુ હતું.

નાના-નાના શેરીનાટકો દ્વારા ચાર રસ્‍તા પર સિગ્નલની લાઇટ ચાલુ થવાની રાહ જોતી વખતે પોતાનું વાહન ચાલુ રાખીને ઉભા રહેનારા વાહન ચાલકોને તેમના વાહનનું એન્‍જિન બંધ કરી દેવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

એચડીએફસી બેંક દેશના ૪૦ શહેરમાં અત્‍યંત વ્‍યસ્‍ત હોય તેવા ૧ર૬ સિગ્નલો ખાતે આ નાના શેરીનાટકોનું આયોજન કરવા જઇ રહી છે. આ ત્રણ દિવસીય અભિયાનમાં મુંબઇ, ગુરૂગ્રામ, બેંગ્‍લોર, કોલકતા, અમદાવાદ અને પુણે જેવા મોટા મેટ્રો તથા રાજકોટ, લુધીયાણા, વારાણસી, નાસિક અને ગુવાહાટી જેવા નાના શહેરોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. 

(4:37 pm IST)