Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ફુક્‍સ ઓઇલ કંપનીની પ્રોડક્‍ટ્‍સનું સૌરાષ્ટ્ર - કચ્‍છમાં લોન્‍ચિંગ

રાજકોટઃ ફુક્‍સ ઓઇલ કંપનીની પ્રોડક્‍ટ્‍સનું સૌરાષ્ટ્ર કચ્‍છમાં લોન્‍ચિંગ થયું છે. જેમાં આ કંપનીની ઇન્‍ડસ્‍ટ્રીઝ અને જેન્‍યુન ઓઈલની ૧૦ હજારથી વધુ પ્રોડક્‍ટ્‍સનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્‍ડસ્‍ટ્રીઝ અને જેન્‍યુન ઓઈલમાં ખૂબ જ મોટું નામ ધરાવતી જર્મનીની કંપની ફુક્‍સ લુબ્રીકેન્‍ટ્‍સ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ  જે કંપનીનું ઓઇલ મર્સિડિસ, ભારત બેન્‍ઝ, સ્‍કાનિયા, બીએમડબ્‍લ્‍યુમાં જેન્‍યુન સપ્‍લાય થાય છે. એ કંપની દ્વારા ગઈકાલે ઓલ ઈન્‍ડિયામાં પ્રથમવાર રાજકોટમાં રિટેલ ડિવિઝન અને ઓટોમોટિવ ઓઈલ લોન્‍ચ કર્યું. આ અંગેની જાણકારી આર.એમ ટ્રેડર્સ (ગોંડલ રોડ, રાજકોટ)ના માલિક તથા ફુક્‍સ લુબ્રીકેન્‍ટ્‍સ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડના સુપર સ્‍ટોકીટ્‍સ સંદીપભાઈ વસોયા દ્વારા આપવામાં આવી હતી. આ લોન્‍ચિંગ કાર્યક્રમમાં રાજકોટના નામાંકિત કાર તથા બાઈક સ્‍પેર પાર્ટ્‍સના ડીલર અને મિકેનિક ઉપસ્‍થિત રહ્યા હતા. તથા કંપનીની હેડ ઓફિસનો સ્‍ટાફ સેલ્‍સ એન્‍ડ માર્કેટિંગ મેનેજર સોમનાથ પાંડા, ડિવિઝનલ હેડ રાહુલ જોગલેકર, કંચન પૂજારે ચિરાગ પ્રજાપતિ, દિનેશભાઇ રેન્‍યુઅલ વગેરે હાજર રહ્યા હતા.

(3:56 pm IST)