Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાજપ સરકાર કોઇપણ સરકારી સગવડ લીધા વગર કાર્યક્રમ કરી જોવે તો ખબર પડેઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૭ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે આટકોટ મુકામે હોસ્‍પીટલનું ઉદ્દઘાટન વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું આ હોસ્‍પીટલ થવાથી આજુબાજુના વિસ્‍તારના લોકોને સામાન્‍ય દરે સારવાર મળશે જેથી આનંદ દાયક અને આવકાર દાયક કાર્ય થયું છે.

આ હોસ્‍પીટલ પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટના નામે કાર્યરત થઇ છે. પરંતુ ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજકીયરૂપ આપીને ભાજપનો કાર્યક્રમ હોય તેવું આયોજન કરવામાં આવેલ તે અચરજ પમાડે તેવી બિના છે આ કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિના સારાયે ગુજરાતના ભાજપના હોદ્દેદારોના નામ લખવામાં આવેલ છે . બાર પાનાની આમંત્રત પત્રિકામાં નામ હતા.

પટેલ સમાજની બે ધાર્મિક સંસ્‍થાઓ ઉમીયાધામ અને ખોડલધામ છે. ઉમીયાધામનુ નામ લખેલ છે. પરંતુ ખોડલધામની સંસ્‍થા નરેશભાઇ પટેલનું નામ ઇરાદાપુર્વક લખવામાં આવેલ નથી જે ઉપરથી આયોજકોની કેટલી હલકટ કક્ષાની મનોવૃતિ છે તે સાબિત થાય છે. આવુ તરકટ કોણે અને શા માટે કરવામાં આવ્‍યું તે જાણવા મળતું નથી પટેલ સમાજના કોંગ્રેસના ધારાસભ્‍યો પરેશ ધાનાણી, વીરજી ઠુંમર, લલિત વસોયા, લલીત કગથરા, કીરીટ પટેલ તેમજ શૈક્ષણીક સંસ્‍થાઓના હોદ્દેદારોના નામ નહી લખીને પટેલ સમાજના ભાગલા પાડવાનું વલણ અને પટેલ સમાજ ભાજપ સાથે છે એવું બનાવવાની વૃતિ દેખાયછે. જે નિંદનીય અને વખોડવા લાયક છ.ે

આ કાર્યક્રમમાં પુરૂષો માટે ટી શર્ટ અને મહિલાઓ માટે સાડીનું વિતરણ કરવામાં આવેલ મેદની એકઠી કરવા માટે સહકારી સંસ્‍થાઓ તેમ ભાજપના હોદેદારોને વાહનની વ્‍યવસ્‍થા કરીને વધુમાં વધુ માણસોને લઇ આવવા માટે ફરજ પાડવામાં આવેલ.

સરકાર તફરથી કોઇપણ જાતની સગવડ આપ્‍યા વગર એકાદ કાર્યક્રમ કરી જુએ જેથી સ્‍વયંભુ કેટલી મેદની થાય છ.ે તેનો ખ્‍યાલ આવે બાકી તાયફા કરી બિનજરૂરી ખર્ચ કરવાથી કોઇ ફાયદો થતો નથી.

પાટીદારોએ આ કાર્યક્રમ ઉપરથી મનોમંથન કરવાની જરૂર છ.ે મુંગા મોઢે તમાસા જોયા કરવાથી કાંઇ વળવાનું નથી સજાગ થવાની જરૂર છ.ેતેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે. 

(4:22 pm IST)