Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શ્રી મહાકાળી માતાજીના મંદિરે માંડવો- ૫૬ ભોગ દર્શન

રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ  નજીક ન્‍યુ જાગનાથમાં આવેલ ઐતિહાસીક અને વર્ષો પુરાણું શ્રી મહાકાળી માતાજીના મંદિરે તાજેતરમાં માતાજીનો નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં રાવળદેવ સમાજના અનેક નામાંકીત કલકારો ઉપસ્‍થિત રહયા હતા. આ સાથે ૫૬ ભોગના દર્શન પણ રાખવામાં આવેલ. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્‍યામાં ભાઈ- બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. તેમ જયદીપભાઈ મછોયાની યાદીમાં જણાવાયું છે.

(4:23 pm IST)