Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટ ડીસ્‍ટ્રીક ફુટબોલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા

રાજકોટઃ ઇન્‍ડોર સ્‍ટેડીયમની અંદર રેસકોર્ષ રાજકોટ ડીસ્‍ટ્રીક ફુટબોલના તમામ સભ્‍યોની વાર્ષિક સાધારણ સભા યોજાઇ પ્રમુખ સ્‍થાને ગુજરાત ફુટબોલ એસોસીએશનના ઉપપ્રમુખ અને રાજકોટ ડીસ્‍ટ્રીક ફુટબોલના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળએ ઉપસ્‍થિત સૌ સભ્‍યોનું અભિવાદન કરેલ ગત વર્ષમાં થયેલ તમામ ટુર્નામેન્‍ટની માહિતી આપેલ તેમજ આગામી વર્ષમાં જે ટુર્નામેન્‍ટ રમાશે તેની માહિતી આપેલ ફુટબોલ ડીસ્‍ટ્રીક એસોસીએશનના સેક્રેટરી રોહિતભાઇ બુંદેલાએ એજન્‍ડામાં જે માહિતી દર્શાવેલ તેની વિગત માહિતી આપેલ. એસોસીએશન ઉપપ્રમુખ ડી.વી.મહેતાએ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં સર્વ પ્રથમ વખત આગામી બેબી-લીંગ ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે આ ટુર્નામેન્‍ટ જીનીયસ સ્‍કુલ તરફથી સંપુર્ણ સહયોગ મળશે આ ટુર્નામેન્‍ટથી નાના બાળકોને સારૂ એવુ પ્રોત્‍સાહન મળશે રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ ડીસ્‍ટ્રીક ફુટબોલ એસોસીએશનના ઉપક્રમે ઇન્‍ટર સ્‍કુલ ફુટબોલ ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે. જીનીયસ ગ્રુપની જય ઇન્‍ટરનેશનલ સ્‍કુલના સહયોગથી ઇન્‍ટર ડીસ્‍ટ્રીક ગલ્‍સ જુનિયર અને સબ જુનિયર ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે. આ વાર્ષિક મિટીંગમાં એસોસીએશનના હોદેદારો ગુણવંતભાઇ ડેલાવાળા ડી.વી.મહેતા, રોહીતભાઇ બુંદેલા, બી.કે. જાડેજા, જીવણસિંહ બારડ, રાજેશભાઇ ચૌહાણ, જયેશભાઇ કનોજીયા, રોહિતભાઇ પંડિત, રાજુભાઇ માલકિયા, લાલસિંહ ચૌહાણ, ઉદયભાઇ ઓલી.એ.બી.બહુરાશી તેમજ તમામ મેમ્‍બર હાજર રહેલ.

(4:24 pm IST)