Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રેલનગરમાં શીવમ સાઉથ ઇન્‍ડિયનમાંથી વાસી ચટણી-બાફેલા બટેટા-બાફેલી દાળ સહિત ૧૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

વિવિધ વિસ્‍તારમાં ૭૦ ખાણી પીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૧૪ ને નોટીસ રાજકોટ ડેરીમાંથી અમુલ દૂધના ૩ નમૂના લેવાયા : તંત્રએ રૂટીંન પ્રક્રિયા ગણાવી

રાજકોટ, તા. ૭ : મહાનગરપાલિકાના કૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે જુનો મોરબી રોડ, સંત કબીર રોડ, વાવડી મેઇન રોડ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરાવમાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૭૦ વેપારીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેચાણ થતા ઠંડા પીણા, દુધ, મસાલા તથા પ્રીપેડ ફૂડ વિગેરેના કુલ ર૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવાાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧૪ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તથા રેલનગર વિસ્‍તારમાં વિમ સાઉથ ઇંડિયનમાંથી ૧૯૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો. તથા રાજકોટ ડેરીમાંથી અમુલ શકિત, તાઝા, ક્રિમ મિલ્‍કતના નમૂના લેવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

૧૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને કોપરગ્રીન કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષ પાણીના ટાંકી પાસે, રેલનગર, રાજકોટ મુકામે આવેલ શિવમ સાઉથ ઇંડિયનની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સંગ્રહ કરેલ ૦૩ કિ.ગ્રા. વાસી ચટણી ૦૮ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટા, ૦૬ કિ. ગ્રા. વાસી બાંધેલો લોટ, ૦ર કિ. ગ્રા. વાસી બાફેલી દાળ મળી કુલ ૧૯ કિ. ગ્રા. જથ્‍થો નાશ કરવામાં આવેલ. તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તેમજ હાયજિનિક કંડીશન જાળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

૩ નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફૂડ સેફટી સ્‍ટાર્ન્‍ડ એકટ-ર૦૦૬ મુજબ રાજકોટ ડેરી નમૂના (૧) અમુલ ગોલ્‍ડ પેશ્‍ચ્‍યુરાઇઝડ ફુલ ક્રિમ મિલ્‍ક (પ૦૦ એમ.એલ. પેકટ), અમુક શકિત પેશ્‍ચ્‍યુરાઇઝડ સ્‍ટાન્‍ડર્ડાઇઝડ મિલ્‍કત (પ૦૦ એમએલ પેકેટ) તથા અમુલ તાઝા પેશ્‍ચ્‍યુરાઇઝડ ટોન્‍ડ મિલ્‍ક (પ૦૦ એમએલ પેકેટ)નાં ૩ નમૂના લેવામાં આવ્‍યા છે.R

(4:25 pm IST)