Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આવાસોના એલોટમેન્‍ટ લેટર લઇ જવા-બાકી હપ્‍તા ભરવા ૭ દી'ની મુદત

મનપાની આવાસ યોજનામાં આવાસ ધારકોને

રાજકોટ,તા. ૭ : મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જે અન્‍વયે (MMGY-EWS, PMAY) સ્‍માર્ટઘર, EWS-2 (વેસ્‍ટ ઝોન), GHTCi, LIG  અને EWS-2 આવાસનોનો અલગ અલગ તારીખે જાહેર ડ્રો કરવામાં આવેલ. જે પૈકી અમુક આવાસધારકો દ્વારા નિયમતિ હપ્‍તા ભરપાઇ કરવામાં આવેલ નથી. તેમજ એલોટમેન્‍ટ લેટર પેન્‍ડીંગ હોય આવા લોકોને કચેરી તરફથી અવાર નવાર લેખીત/ ટેલીફોનીક/ એસએમએસ દ્વારા જાણ કરવા છતા આવાસના બાકી હપ્તાની રકમ ભરપાઇ કરેલ નથી  તેમજ એલોટમેન્‍ટ લેટર લઇ ગયેલ નથી.

જેથી આ આવાસધારકો કે આવાસના બાકી હપ્‍તાની રકમ ભરપાઇ કરવા તેમજ એલોટમેન્‍ટ પેન્‍ડીંગ હોય તેઓને દી-૭માં રકમ ભરપાઇ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન રૂમ નં. ૨, બીજો માળ, ઢેબર રોડ, ખાતેથી લેવા જણાવાયું છે. જો ૭ દિવસમાં આવી બાકી રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો તેવા આવાસધારકોના એલોટમેન્‍ટ રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(4:28 pm IST)