Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બીસ્‍ટ બ્રિગેડ બાઇકર્સ કલબ દ્વારા ‘‘સેવ વોટર'' સ્‍પર્ધા

રાજકોટઃ દાઉદી વ્‍હોરા સમાજ પ્રેરીત બીસ્‍ટ બ્રિગેડ બાઇકર્સ કલબના સભ્‍યો દ્વારા ગુજરાત અને રાજસ્‍થાનની ૧૧૦૦ કિલોમીટરની બાઇક રાઇડ આયોજન કરી ‘‘સેવ વોટર, સેવ લાઇફ''નો જાત જાગૃતિ અભિયાન સફળતા પૂર્વક પુરૂં કર્યા બાદ, તેઓએ આ મુહિમને ઘરો તક અને આવકારી પેઢી સુધી પહોંચાડવા અને બાળકોને પ્રોત્‍સાહિત કરવા ‘‘સેવ વોટર'' સ્‍પર્ધાનું આયોજન કરેલ. ૧પ વર્ષના બાળકો માટે યોજાયેલ આ સ્‍પર્ધામાં ૪પ બાળકોએ ભાગ લઇ વિભિન્‍ન કૃતિઓ દ્વારા તેઓના વિચાર જાહેર કરી આ મુહિમમાં જોડાયા હતા. પરિણામો જાહેર થતા પહેલું ઇનામ મારિયા મુર્તુઝા કાબુલ (પેઇન્‍ટિંગ), મારિયા સૈફુદ્દીન માંકડા (પેઇન્‍ટિંગ), મુનિરા અબ્‍બાસ વડવાળા (પ્રેસેટેશન) અને નિસરીન કુતબુદ્દીન વૈદ (નિબંધ) બીજુ ઇનામ અર્વા મુસ્‍તફા વેજલાની (નિબંધ), ફાતેમા અલીહુસેન ભરમાળ (પેઈન્‍ટિંગ), જુમાના મોહમ્‍મદ સાદીકોટ (પ્રેસેંટેશન), સકીના યુસુફ માંકડા (પેઇન્‍ટિંગ), અને શહેરબાનુ હુસેન પીપવાળા (પેઇન્‍ટિંગ), ત્રીજુ ઇનામ ઝુઝેર હસનેન માંકડા (પેઇન્‍ટિંગ), બતુલ અલીઅસરગર દાઉદી (નિબંધ), બુરહાનુદ્દીન મુસ્‍તુફા લાકડાવાલા (પેઈન્‍ટિંગ), હાતીમ મુસ્‍તફા તેલવાળા (પ્રેસેંટેશન), મુકદ્દલ હુસૈન હીરા (નિબંધ), ઉમમેહાની અઝીઝ ભરમાળ (પેઇન્‍ટિંગ)એ મેળવેલ. જયારે નર અપમાં અબ્‍દુલ્લા આબેદીન મુલ્લા (પેઇન્‍ટિંગ), અલેફીયા મુર્તુઝા સીરપુરવાળા (પ્રેસેંટેશન), અલીઅકબર અલીઅસગર તાજની (પેઇન્‍ટિંગ), અલીઅસગર યુસુફી ભરમાળ (પેઇન્‍ટિંગ અને પ્રસેંટેશન), અમતુલ્લાહ લાકડાવાલા (નિબંધ), અરવા શબ્‍બીર સાદીકોટ (પેઇન્‍ટિંગ), અઝીઝ કાચવાળા (નિબંધ), બુરહાનુદ્દીન હકીમુદ્દીન રાજકોટી (પેઇન્‍ટિંગ), બુરહાનુદ્દીન શોએબ સાદીકોટ (પેઇન્‍ટિંગ), હૈદર અલીઅસગર લાકડાવાલા (નિબંધ), હીરા કુસૈ હુસૈન (નિબંધ), હુસૈન અલીઅસરગર ભરમાળ (પેઇન્‍ટિંગ), હુસૈન મુર્તુજા ઠાઠિયા (પ્રેસેંટેશન), હુસૈના મન્‍સૂર સાદીકોટ (નિબંધ), મુનિરા મુર્તુઝા કાબુલ (પેઇન્‍ટિંગ), ફાતેમા મોહમ્‍મદ કપાસી (પેઇન્‍ટિંગ), ખદીજા હોઝેફા વાલિકરીમવાળા (પેઇન્‍ટિંગ), મારિયા શબ્‍બીર ભરમાળ (નિબંધ અને પેઇન્‍ટિંગ), મોહમ્‍મદ ભરમાળ (પેઇન્‍ટિંગ), મુકદ્દલ હુસૈન માંકડા (નિબંધ), મુકદ્દલ મુર્તવ્‍ઝા માંકડા (પેઇન્‍ટિંગ), મુકદ્દલ સૈફુદીન પટેલ (પેઇન્‍ટિંગ), સકીના આરીફ માંકડા (પેઇન્‍ટિંગ), તાહા અલીઅસરગર ભરમાળ (પેઇન્‍ટિંગ), તસ્‍નીમ મોઇઝ હથિયારી (પેઇન્‍ટિંગ), ઝૈનાબ અલીઅસરગર ભરમાળ (નિબંધ), ઝૈનાબ હુઝૈફા ભરમાળ (નિબંધ) વિજેતા બન્‍યા હતા. બીસ્‍ટ બ્રિગેડના સભ્‍યો તાહા શબ્‍બીર ફકકડ, કૈઝાર જોડીયાવાળા, રાજ લાકડાવાલા અને મુર્તુઝા ટીનવાળા એ આ મુહિમની પહેલ કરી હતી. ઇનામ વિતરણ સમારોહમાં રાજકોટ જનાબ આમીન સાહેબ શેખ સૈફુદીનભાઇ ભાભરા વાલા મુખ્‍ય અતિથી સ્‍વરૂપે હાઝિર હતા અને બાળકોને તેઓએ ઇનામ આપી શુભેચ્‍છાઓ પાઠવી કાર્યક્રમમાં અંજુમન એ હતીમી કમિટીના સભ્‍યો અતિથી સ્‍વરૂપે ઉપસ્‍થિત રહેલ.  શેખ યુસુફભાઇ જોહરકાર્ડવાળાની યાદીમાં જણાવાયું છે. 

(4:31 pm IST)