Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વાટલિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે નોટબૂક ચોપડા વિતરણ તથા વિદ્યાર્થી સન્‍માન સમારોહ

શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ દ્વારા

રાજકોટઃ શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ દ્વારા વાટલિયા પ્રજાપતિ સમાજના ધો.૧થી તમામ વિદ્યાર્થીઓને નોટબુક-ચોપડા વિતરણનું આયોજન તા.૧૧ શનિવારે સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૪થી ૬ વાગ્‍યે શ્રી વાટલીયા પ્રજાપતિની વાડી ભકત ગોરા કુંભાર ચોક, ૧ ઉદય નગર, મવડી ચોકડી પાસે, રાજકોટ મુકામે કરવામાં આવશે. ધો.૧થી તમામ અભ્‍યાસક્રમના વિદ્યાર્થીઓને ઘર દીઠ પાંચ નોટબુક/ ચોપડાનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે.

વિદ્યાર્થીએ પોતાની છેલ્‍લી માર્કશીટ/ પરિણામની નકલ અને પરિવારના કોઇ પણ એક વ્‍યકિતનો આધાર પુરાવો લઇને આવવાનું રહેશે. ચોપડા વિતરણ તા. ૧૧થી ૧૮જૂન સુધી જ કરવામાં આવશે.

શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ દ્વારા આ વર્ષે ૧૭મો વિદ્યાર્થી સન્‍માન સમારોહ યોજવામાં આવશે. ધો. ૧થી ૫ માં ૮૫% ધો. ૬થી ૯ માં ૮૦% ધો. ૧૦થી ૧૨, ડીપ્‍લોમાં અને આઇ.ટી.આઇમાં ૬૦% તેમજ ગ્રેજયુએશનમાં અને તેથી ઉપર તમામમાં  ૫૫% હાંસલ કરનાર વિદ્યાર્થીઓ તેમજ રાજયકક્ષા/ રાષ્‍ટ્રીયકક્ષાએ વિવિધ ક્ષેત્રે ઉચ્‍ચ પ્રતિભા હાંસલ કરનાર ભાઇઓ-બહેનોએ પોતાની માર્કશીટ/ સર્ટીફીકેટની નકલ તા.૧૫ જુલાઇ સુધીમાં સમાજની વાડીના કાર્યાલય પર જમા કરાવી લેવા મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાએ યાદીમાં જણાવ્‍યુ છે.

વધુ વિગત માટે અમૃતભાઇ ઉનાગર- ૯૪૨૮૭ ૦૦૮૫૨, દિલસુખભાઇ ગોંડલિયા- ૯૭૨૭૭ ૦૯૧૬૯, જાબાલભાઇ કટકિયા- ૯૮૯૮૧ ૫૪૧૫૩ નરશીભાઇ ધંધુકિયા- ૯૮૨૪૧ ૧૬૦૦૫ ધીરુભાઇ અમેથીયા- ૯૮૨૪૫ ૮૧૯૫૫ સમાજની વાડી કાર્યાલય- ૦૨૮૧ ૨૩૬૯૯૧૧ 

(4:35 pm IST)