Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટમાં માયાણી ચોક નજીક યુવાનને આંતરી ત્રણ શખ્સો મારકુટ કરી 5 લાખની રોકડ સાથેનું એક્ટિવા લૂંટી ગયા: ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, માલવીયા નગર પોલીસે તપાસ આદરી

રાજકોટ: શહેરમાં સાંજે લૂંટની ઘટના બની છે. યોગેશભાઈ ગોધાણીના રૂ.5 લાખ એન.આર. આંગડિયામાં આવ્યા હોઇ તેમણે કર્મચારી વિશાલ કારેથાને રૂપિયા લેવા મોકલ્યો હતો. વિશાલ આંગડિયા પેઢીમાંથી રોકડા પાચ લાખ લઈ એક્ટિવાની ડેકીમાં રાખી માયાણી ચોક નજીક રાજનગર રોડ પર ધરતી પ્રિન્ટ પાસે આવ્યો ત્યારે 3 શખ્સોએ તેને આંતરી લઈ મારકુટ કરી હતી અને રોકડા 5 લાખ તથા એક્ટિવા પણ લૂંટી ગયા છે. ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફરલો ટીમ, માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. ભોગ બનમાર વિશાલની પણ પૂછતાછ થઈ રહી છે.

(8:23 pm IST)