Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વારસાઇ મિલ્‍કતનો શોર્ટ-કટ મેથડથી કબજો છીનવાતાબેંકના અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૭: બેંકના અધિકારી, મામલતદાર, પોલીસ ઓથોરીટી દ્વારા વારસદારોને નોટીસ આપ્‍યા સિવાય કુદરતી ન્‍યાય સિંધ્‍ધાંતનો ભંગ કરી બળજબરીથી કબ્‍જો છીનવાતા ન્‍યાય મેળવવા વારસદારોએ દાવો કરતાં કોર્ટે બેંક અધિકારીઓને હાજર થવા ફરમાન કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના વાદીઓ દર્શનાબેન તથા મીત દ્વારા વડીલોપાર્જીત વારસાઇ મિલ્‍કત કે જે રાજકોટ શહેરમાં સમાવિષ્‍ટ થયેલ ગામ નાના મૌવાના રે.સ.નં. ૩૮/૧ ની બીનખેડવાણ જમીનના પ્‍લોટ ઉપર પ્રદ્યુમન પાર્ક તરીકે ઓળખાતા વિસ્‍તારના શેરી નં. ૩ માં ૧પ૭ ચો.વા.માં ‘શિવમ' નામથી જે મકાન આવેલ છે જે મિલ્‍કતમાં તેઓનો હકક, હીત, હિસ્‍સો લાગભાગ આવેલ હોય જે છીનવવાનો પ્રયત્‍ન થતા તેઓ દ્વારા રાજકોટના મહે. પ્રિન્‍સીપલ સીની. સીવીલ જજ સાહેબની કોર્ટમાં રે.દિ.કે.નં. ૬૦/ર૦૧૯ થી દાવો દાખલ કરેલ જે દાવામાં પક્ષકારો વચ્‍ચે એ બાબતની સ્‍વીકૃતિ-કમ-સમજુતી થયેલ કે દાવાવાળી ઉપરોકત મિલકમત વડીલોપાર્જીત વારસાઇ આવેલ છે અને તે મિલ્‍કતમાં વાદીઓનો પણ હકક, હીત, હિસ્‍સો રહેલ છે. તેમ છતાં સદરહું મિલ્‍કતના માલીક તથા બેંકના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર મિલાપીપણું કરી સીકયુરાઇઝેશન એકટ હેઠળ મિલ્‍કતનો કબ્‍જો નોટીસ આપ્‍યા સિવાય છીનવી લીધેલ તેમજ સત્‍ય હકીકત મુળ માલીક તથા બેંકના અધિકારીઓ જાણતા હોય, અદાલતનું હુકમનામું પણ વાદીઓની તરફેણમાં હોય તેમજ મામલતદાર દ્વારા કાર્યવાહી થતાં તે સંબંધેનો દાવો પણ પેન્‍ડીંગ હોય, આમ મેટર સબ જયુડીસ હોય, પેન્‍ડીંગ હોય છતાં બેંકના અધિકારીઓએ પોલીસ તથા મામલતદાર સાથે ગેરકાયદેસર મિલાપીપણું કરીને ઉપરોકત મિલ્‍કતનો કબ્‍જો છીનવી લીધેલ જેથી જ વારસદારો દ્વારા અદાલત સમક્ષ દાવો દાખલ કરી કબ્‍જો મળવા તથા જે દસ્‍તાવેજ કરવામાં આવેલ છે તેની લીગાલીટી ચેલેન્‍જ કરવામાં આવેલ અને ઉપરોકત હકીકત હોવા છતાં બેંકના અધિકારીઓએ મુકેશભાઇ છગનભાઇ મારકણા તથા હસમુખભાઇ છગનભાઇ મારકણાના નામ જોગ જે દસ્‍તાવેજ કરી આપેલ છે તે દસ્‍તાવેજ રદ્દ બાતલ ઠેરવવાનો દાવો દાખલ કરેલ છે જેમાં કોર્ટ દ્વારા અરજન્‍સ-શો-કોઝ નોટીસનો હુકમ કરેલ છે.

 બેંક દ્વારા જે મિલ્‍કત વેચાણ કરી તે મિલ્‍કતમાંથી બેંકે પોતાની કાયદેસરની લેણી રકમ વસુલી લીધેલ હોય જેથી સરફેસીનો કાયદો લાગુ પાડી શકાય નહીં તેમજ બેંક સમક્ષ જે મિલ્‍કત મોર્ગેજ મુકાણી હોય તે મિલ્‍કત સીકયુરાઇઝેશન એકટની કાર્યવાહી કરી તે મિલ્‍કતનું વેચાણ કરી અવેજ વસુલી લીધેલ. હાલના કિસ્‍સામાં પણ બેંક સમક્ષન જે મિલ્‍કત મોર્ગેજ મુકાયેલ તે મિલકતમાંથી બેંકે રૂા. ૧,૦૯,૦૦,૦૦૦/- મુકેશભાઇ છગનભાઇ મારકણા તથા હસમુખભાઇ છગનભાઇ મારકણા પાસેથી વસુલી દસ્‍તાવેજ કરી આપેલ. આમ આ કાયદા અન્‍વયેના પ્રોસીડીંગ્‍સ પુર્ણ થઇ ગયેલ હોવા છતાં આ ખરીદનારાઓને ગેરકાયદેસર રીતે મદદ કરવા પોલીસને તેમજ મામલતદારને ગેરમાર્ગે દોરી જે મિલ્‍કતમાં વાદીઓનો વડીલોપાર્જીત વારસાઇ હકક આવેલ હોય. નામદાર અદાલતનું હુકમનામું રહેલ હોય. નામદાર કોર્ટ તથા ડી.આર.ટી. સમક્ષ પ્રોસીડીંગ્‍સ પેન્‍ડીંગ હોય તે સમગ્ર હકીકત બેંકના અધિકારીઓ જાણતા હોવા છતાં શોર્ટ-કટ મેથડથી વારસાઇ મિલ્‍કતનો કબ્‍જો છીનવાતા વારસદારોએ અદાલત સમક્ષ પોતાના હકક માટે કાનૂની લડત હાથ ધરેલ છે.

આમ બેંકના અધિકારી, મામલતદાર તેમજ પોલીસ ઓથોરીટી જાણતા હોવા છતાં તા. ર૪/૬/ર૦રર ના રોજ વારસદારોને નોટીસ બજાવ્‍યા સિવાય વારસાઇ મિલ્‍કતનો શોર્ટકટથી મેથડથી હાઇહેન્‍ડેડ કબ્‍જો છીનવી લીધેલ. આમ સરકારી અધિકારીઓ દ્વારા કાયદાનો ભંગ કરી કુદરતી ન્‍યાય સિધ્‍ધાંતનો ભંગ કરેલ છે.

આ કામમાં વાદીઓ દર્શનાબેન તથા મીત વતી રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા રોકાયેલ છે.

(3:40 pm IST)