Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વકીલોનું સંગઠન મજબુત બનાવી વકીલોને એક તંતાણે બંધાશેઃ અનિલભાઇ દેસાઇ

શનિવારે રાજકોટમાં યોજાનાર વકીલોના મહાસંમેલન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇઃ ર૦૦૭ પછી પ્રથમ વખત વકીલોનું મહાસંમેલન યોજાશેઃ સંમેલનને સફળ બનાવવા સૌરાષ્‍ટ્રભરના વકીલોને ઉપસ્‍થિત રહેવા હાકલઃ જે. જે.પટેલ, અનિલભાઇ દ્વારા સૌરાષ્‍ટ્રના વિવિધ શહેરોનો વિદ્યુતવેગી પ્રવાસઃ ૩પ૦૦ થી વધુ વકીલો સંમેલનમાં જોડાશે

રાજકોટઃ ગુજરાત ભાજપ લીગલ સેલના સહ સંયોજક નિમાયેલ અનિલભાઇ હંસરાજ દ્વારા આજે યોજાનાર વકીલ સંમેલન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી પ્રસ્‍તુત તસ્‍વીરમાં અનિલભાઇ દેસાઇ સાથે સાંસદ શ્રી રામભાઇ મોકરીયા મેયર શ્રી પ્રદિપભાઇ ડવ, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, લાખાભાઇ સાગઠીયા, તેમજ પાછળ ઉભેલામાં ડાબેથી હરેશભાઇ જોષી,  પરેશ ઠાકર, કિરીટભાઇ પાઠક, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, અર્જુનભાઇ પટેલ વિગેરે દર્શાય છે આ પત્રકાર પરિષદમાં ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.(૬.૩૦)

રાજકોટ,તા. ૭ : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત લીગલ સેલના સહ-સંયોજક તરીકે એડવોકેટ અનિલભાઇ દેસાઇની નિયુકિત બાદ પ્રદેશ ભાજપ લીગલ સેલ દ્વારા આગામી શનિવારે યોજાનારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ‘વકીલ મહાસંમેલન' સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

સૌરાષ્‍ટ્રના વરિષ્‍ઠ ધારાશાષાી, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રાજકોટ જીલ્લાના પૂર્વ ડિસ્‍ટ્રીકટ ગર્વમેન્‍ટ પ્‍લીડર અને પબ્‍લીક પ્રોસીકયુટર શ્રી અનિલભાઇ દેસાઇની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી.આર.પાટીલે ગુજરાત ભાજપના અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કરી ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુકિત કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છના વકીલ મહાસંમેલનને રાજકોટ ખાતે યોજવાની જવાબદારી સોંપેલ છે.

આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીમાં સૌ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડાવાની અપીલ કરી છે. ત્‍યારે ૭૫ વર્ષમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છના ધારાશાષાીઓને એકતાતણે બાંધવા માટે સૌપ્રથમ પ્રયાસ કરી આ સંમલેનનું આયોજન કરવાની મને પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલએ એક તક આપી છે તેથી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના તમામ જીલ્લઓમાંથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલ વકીલોનું પ્રથમ વખત એક વિશાળ સંમેલન રાજકોટ ખાતે તા. ૯/૭/૨૦૨૨ શનિવારે સાંજે ૬ વાગ્‍યે કાલાવડ રોડ, બી.એ.પી.એસ. શ્રીસ્‍વામિનારાયણ મંદિર, રાજકોટના સભાગૃહમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી.આર. પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ છે.

ગુજરાત ભાજપના લીગલ સેલના પ્રદેશ કન્‍વીનરશ્રી જે.જે.પટેલના નેતૃત્‍વ હેઠળ આ વકીલ મહાસંમેલનને સફળ બનાવવા માટે શ્રી જે.જે.પટેલ પોતે ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિદ્યુતવેગી સતત પ્રવાસ કરશે ઉપરાંત રાજકોટના સિનિયર વકીલોની વિવિધ ટીમો તથા અનિલભાઇ દેસાઇ (પ્રદેશ સહસંયોજકશ્રી)એ પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્‍છ, મોરબી સહિતના જીલ્લાઓનો પ્રવાસ કરી, મીટીંગો કરી સંપર્ક સાધી મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહેવા માટે અપીલ કરી છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે વિવિધ જીલ્લા-મહાનગરોના લીગલ સેલના સંયોજક, સહસંયોજક દ્વારા વ્‍યાપક પ્રવાસ કરીને રૂબરૂ આમંત્રણ અપાઇ રહ્યા છે.

ભાજપમાં સામાન્‍ય રીતે રાષ્‍ટ્રીય કારોબારી સમિતીની બેઠક બાદ એક સપ્‍તાહમાં પ્રદેશ કારોબારીની બેઠક બોલાવવાની પ્રણાલિકા હોય છે, તેથી રાજકોટ ખાતે યોજાનારા વકિલોના મહાસંમેલનમાં અગાઉથી નિヘતિ થયા પ્રમાણે સંમેલનનો સમય બપોરના ૦૪/૦૦ થી ૦૭/૦૦ નો હતો. પરંતુ ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આગામી શુક્રવાર અને શનિવારે સુરત મુકામે યોજાનાર હોય, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ આટલી વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ રાજકોટમાં યોજાનાર સૌરાષ્‍ટ્ર કચ્‍છના વકીલોના મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહી સહભાગી થવા માટે પોતાના કાર્યક્રમમાં અતિ વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ ગોઠવણ કરીને રાજકોટ આવવા માટે લીગલ સેલના સહસંયોજકશ્રી અનિલભાઇ દેસાઇ સાથે ચર્ચા કરી અને રાજકોટ આવવા માટેની ખાત્રી આપેલ છે અને ભાજપના હોદ્દેદાર તરીકે એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા માટે પણ સમયમાં ફેરફાર કરીને પણ રાજકોટ સુધી પહોંચવા માટે સંમતી આપી અને આજે કાર્યકર્તાઓને પોતાની સંગઠન પ્રત્‍યેની પ્રતિબધ્‍ધતાની પ્રતીતિ કરાવેલ છે.

આઝાદીની લડતમાં સમગ્ર દેશમાં તમામ રાજયોમાં વકીલો અગ્રેસર રહ્યા હતા તેવીજ રીતે ગુજરાતમાં ભારતીય જનસંઘના, ભાજપના અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વિકાસના પ્રાથમિક તબકકામાં વકીલોનું મહત્‍વનું યોગદાન રહ્યું છે, પૂર્વ સાંસદ સ્‍વ. ચીમનભાઇ શુકલ (રાજકોટ), પૂર્વ સાંસદ સ્‍વ. સુર્યકાંતભાઇ આચાર્ય (જુનાગઢ), પૂર્વ સાંસદ સ્‍વ. અનંતભાઇ દવ઼ે (કચ્‍છ-માંડવી), ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ. ધીરૂભાઇ શાહ (ગાંધીધામ-કચ્‍છ), રાજકોટના પૂર્વ મેયર સ્‍વ. વિનોદભાઇ શેઠ, કર્ણાટકના પુર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, ભારતીય મજદુર સંઘના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી હસુભાઇ દવે, પુર્વ સાંસદ સ્‍વ. અભયભાઇ ભારદ્વાજ, સ્‍વ. જશુભાઇ કાનાબાર (અમરેલી), વસંતભાઇ આશર (અમરેલી), એમ. એન. લાલવાણી (જુનાગઢ), કિશોરભાઇ કોટક (વેરાવળ), કિશોરભાઇ દવે (અમરેલી) અને પુર્વ ધારાસભ્‍ય સ્‍વ. અરવિંદભાઇ મણીયાર (રાજકોટ), પૂર્વ સાંસદ પુષ્‍પદાનભાઇ ગઢવી, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘમાં વર્ષો સુધી કાર્યરત હતા તેવા સ્‍વ. પ્રવિણભાઇ મણીયાર (રાજકોટ), યશવંતભાઇ ભટ્ટ (રાજકોટ), સ્‍વ. મનોજભાઇ પારેખ (ધોરાજી) સ્‍વ. મધુભાઇ મહેતા (પોરબંદર), સ્‍વ. ગોવિંદભાઇ દેસાઇ (ગોંડલ), સ્‍વ. ભીખુભાઇ ભટ્ટ (ભાવનગર) સહિત અનેક સીનીયર ધારાશાષાીઓનું યોગદાન રહેલ છે.

સમગ્ર ગુજરાતમાં વકીલોની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થવાથી વકીલો પ્રવર્તમાન સંજોગોમાંના કાયદાઓથી જ્ઞાત થઇને વકીલાતના વ્‍યવસાયના નવા આયામો માટે સજજ થાય તે પણ એટલું જ જરૂરી છે અને તેના માટે કાયદાકીય માર્ગદર્શન માટે અભ્‍યાસ વર્ગો અને સેમિનારો, વર્કશોપનું આયોજન કરવામાં આવશે અને કાયદાકીય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર હસ્‍તકની અમદાવાદ ખાતે ૧૮ જેટલી ટ્રીબ્‍યુનલો કાર્યરત છે. આ ટ્રીબ્‍યુનલોની સુનાવણી અમદાવાદ ખાતે થતી હોવાના કારણે સૌરાષ્‍ટ્રના પોરબંદર, સોમનાથ, જામનગર, કચ્‍છ તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના સરહદી જીલ્લા મથકોથી અમદાવાદ આવવા-જવામાં ઘણી પ્રતિકુળતા થાય છે અને પક્ષકારોને પણ મુશ્‍કેલીઓ વેઠવી પડે છે, તેથી આ ટ્રીબ્‍યુનલોની સુનાવણી અમદાવાદ ઉપરાંત કાર્યભારણને ધ્‍યાનમાં લઇ રાજકોટ અને સુરત રાખવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરી કાયદાકીય અને વહીવટી દ્રષ્‍ટીએ સરળ અને ઝડપી ન્‍યાય અપાવવામાં એક અગત્‍યનું કદમ ગણાશે.

સુપ્રિમ કોર્ટ ભારતમાં નીચેની અદાલતોમાં પેન્‍ડીંગ કેસોના સંદર્ભમાં ખુબ ચિંતીત છે, પેન્‍ડીંગ કેસોના નિકાલ માટે લોક અદાલતો, સમાધાન પંચ અને સરકારી વિભાગોના પેન્‍ડીંગ કેસો માટે વિવિધ પ્રકારની લોક અદાલતો કરી પેન્‍ડીંગ કેસોનો નિકાલ કરવાના સંદર્ભમાં બાર એસોસીએશનો અને ન્‍યાય તંત્રના સહયોગથી વકીલો સક્રિયતાથી આ અભીયાનમાં જોડાશે.

સને ર૦૧૪માં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી વડા પ્રધાન બન્‍યા બાદ સમગ્ર દેશમાં કેન્‍દ્ર અને રાજયમાં ઘણાં કાયદાઓ પ્રવર્તમાન સ્‍થિતિમાં અપ્રસ્‍તુત હોવાથી કાયદાઓ રદ કરેલ છે તેવીજ રીતે પ્રવર્તમાન જરૂરીયાતને ધ્‍યાનમાં લઇને ભારતને આંતર રાષ્‍ટ્રીય દ્રષ્‍ટીકોણથી તેમજ આર્થીક ઉદારીકરણને કારણે ભારતમાં ઝડપી વિકાસને ધ્‍યાને લઇ પ્રવર્તમાન કાયદામાં સુધારાઓ અને નવા કાયદાઓની જરૂરીયાતો ઉભી થાય તે માટે ભાજપ લીગલ સેલ, બાર એસોસીએશનો, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત સહીતના સૌએ સાથે મળીને ન્‍યાયીક સુધારાઓ માટે સજજ બનવું પડશે તે દિશામાં ન્‍યાય તંત્રને, કાયદા વિભાગને અમારો પુરતો સહયોગ રહેશે.

રાજકોટમાં યોજાનારા વકીલ મહાસંમેલનમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ૦ વર્ષથી વધુ સમયથી વકિલાતના વ્‍યવસાયમાં યોગદાન આપનારા સિનીયર ધારાશાષાીઓનું ગરીમા પૂર્ણ રીતે સન્‍માન કરવામાં આવશે તેમ પ્રેસ કોન્‍ફરન્‍સમાં અનિલભાઇ દેસાઇએ જણાવ્‍યું હતુ઼.

(3:46 pm IST)