Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભારતના ૧૯ લાખ વકીલોને પ્રેકટીશ સંબંધિત માહિતી ભરીને ફોર્મ મોકલી આપવા સુપ્રિમ કોર્ટની કમિટીનો આદેશ

નિયત ફોર્મમાં માહિતી પુરી નહિ પાડનાર એડવોકેટ નોન પ્રેકટીશનર ગણાશે

રાજકોટ, તા. ૭ :  બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન મીશ્રાએ દેશ ના તમામ જીલ્લા તાલુકા બાર એસોસીયેશનને પત્ર લખી અને વિનંતી કરેલ છે કે ભારતના સુપ્રિમ કોર્ટની ઇ-સમિતિ ના અવલોકન માટે જે વકીલ પ્રેકટીસ કરે છે અને સંબંીધત બાર એસો.ના સભ્યો છે તેમણે બાર કાઉન્સીલ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્મમાં વિગતો ભરી માહિતી મોકલી આપવાની છે.

આ માહિતીની પુરી પાડવામાં જે પણ વકીલ નિષ્ફળ જશે તેને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા પોતાના લીસ્ટમાં નોન પ્રેકટીસનર એડવોકેટ માની કાર્યવાહી કરશે તેમ બાર કાઉન્સીલના મેમ્બર દીલીપ પટેલે જણાવેલ છે બાર એસોસીયેશન વોટસઅપ અથવા ઇમેલ વિગતો એકત્રીત કરી મોકલવાની રહેશે બાર એસો.માં વિગત એકત્રીત કરી અને ક્રોસ ચેક કરી મોકલવાની રહેશે અને એવા કોઇ વકીલોના નામ બીજે પ્રેકટીસ કરતા હોય અને બીજા બાર એસો.ના સભ્ય હોય તેમના નામ લખવા નહીં.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ નિર્ણય કરેલો છે કે ઘણી વખત માંગી ગયેલ માહીતી મોકલવામાં સ્ટેટ બાર કાઉન્સીલ દ્વારા નિષ્ક્રીયતા જોવા મળેલ છે. જે પણ વકીલ દ્વારા સમય મર્યાદામાં વિગતો ભરી બાર એસોસીએશનને અથવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત કે ઇન્ડીયાને માહિતી પુરી નહી પાડે તેને નોન પ્રેકટીસનર એડવોકેટ ગણવામાં આવશે તેમ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે જણાવેલ છે.

(3:14 pm IST)