Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળના ૪ વર્ષ પૂર્ણ અભિનંદન પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ

૧૪૬૦ દિવસના કાર્યકાળમાં લોકહિતના નિર્ણય સાથે સંવેદનશીલ સરકારઃ મેયર, ડે. મેયર, શાસક નેતા દંડક દ્વારા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ

રાજકોટ, તા. ૮ :  મેયર બિનાબેન આચાર્ય,  ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારએ ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આજરોજ ૦૪ વર્ષ પુરા કરેલ છે. આ કાર્યકાળ એટલે કે ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦થી વધુ લોકહિતના નિર્ણયો કરી સંવેદનશીલ સરકાર તરીકે ઉભરી આવેલ છે. તે બદલ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા ગૌ હત્યા વિરોધી કાયદો કડક કરી હત્યારાને આજીવન કારાવાસની સજા, ચેક પોસ્ટ નાબુદી, વાહનના લાયસન્સ માટે આર.ટી.ઓ.માં ધક્કા બંધ, દારૂબંધીનો કાયદો વધુ કડક, બિનખેતીની મંજૂરી એક અઠવાડિયામાં, વનબંધુ ડાંગ જિલ્લામાં વનવાસી ખેડૂતો માટે ૨૪ ચેકડેમ, પંચમહાલ આદિજાતિ વિસ્તારોના ગામોને સિંચાઇ માટે ૨૫૦ કરોડની યોજના, એમ.એસ.એમ.ઈ.ની સ્થાપના અને સંચાલન માટે મંજૂરી માંથી ૦૩ વર્ષ માટે મુકિત, રૂ.૭૫૦ કરોડના ખર્ચે એસ.વી.પી. કોરોના હોસ્પિટલ, ખેડૂતોને ૦૮ કલાક વીજળી સહિતનાં નિર્ણયો લેવાયા છે.

વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે તેમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાતદિવસ જોયા વગર કોરોના મહામારીને મહાત કરવા સતત કાર્ય કરી રહેલ છે. મહામારીના કારણે ધંધા રોજગારને પુનૅં આગળ ધપાવવા કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત પેકેજ પણ આપી નાનાવર્ગના દુકાનદારો શ્રમિકોને આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે.

મુખ્યમંત્રીશ્રીના સપથ ગ્રહણની સાથેજ ૦૪ સ્તંભ એટલે કે પ્રગતિશીલ, સંવેદનશીલ, ઝડપી નિર્ણય અને પારદર્શક વહીવટના સંકલ્પ સાથે સરકાર પુરવાર થયેલ છે. ફરીને માન.મુખ્યમંત્રીશ્રીની નિર્ણાયક સરકારને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવે છે.  તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યું છે.

(3:50 pm IST)