Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ત્રણ મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ ર૧ પકડાયા

બી ડીવીઝન પોલીસે પાંચ, માલવીયાનગર પોલીસે-છ અને તાલુકા પોલીસે દસને દબોચ્યા

રાજકોટ તા. ૭: શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ત્રણ સ્થળે મકાનમાં શ્રાવણીયો જુગાર રમતા ર૧ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એમ. એલ. રાઠોડ તથા પી. કે. દીયોરા તથા એસ.આર. ટંડેલની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. આંસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, વીરમભાઇ, અજયભાઇ, સલીમભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, સિરાઝભાઇ, જયદીપસિંહ તથા હિતેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સામાકાંઠે ચંપકનગર શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક સુરેશ દામજીભાઇ ભંડેરી (ઉ.વ.૩૦), મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટીના જસ્મીન મનસુખભાઇ ભંડેરી (ઉ.વ. રપ), કુવાડવા રોડ રણછોડ વાડીના હેમંત કડવાભાઇ સોરઠીયા, રાજલક્ષ્મી સોસાયટીના યોગેશ કાનજીભાઇ ભાલોડીયા, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના દીવ્યેશ મનસુખભાઇ ચાવડીયાને પકડી લઇ રૂ. રર૪પ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયશકિત સોસાયટીમાંથી છ શખ્સો પકડાયા

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. ભાવીનભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, મસરીભાઇ, મહેશભાઇ તથા મેઘનાબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે જયશકિત સોસાયટી શેરી નં. ૪ માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક શાંતિદેવી રાજેશભાઇ સીંધવ (ઉ.વ. પ૦), ચામુંડાનગરના અલ્પેશ વાલજીભાઇ વોરા (ઉ.વ. ર૮), હીમાંશુ મધુભાઇ સોલંકી (ઉ.વ. રર), ચામુંડાનગર-ર ના વિપુલ મગનભાઇ મકવાણા (ઉ.વ.૪ર), રતનબેન હીરાભાઇ ચૌહાણ (ઉ.વ. ૪પ) અને શાસ્ત્રીનગર શેરી નં. ર ના રમીલા માવજીભાઇ ભોજાણી (ઉ.વ. ૪પ) ને પકડી લઇ રૂ. ૧રર૦૦ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી હતી.

સમૃધ્ધીનગરમાંથી ૧૦ મહિલા ઝડપાઇ

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદશર્શ્રન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર તથા એએસઆઇ હર્ષદસિંૅહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભવાનીનગર મેઇન રોડ પર સમૃધ્ધીનગર સોસાયટી શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક માલતીબેન ધનરાજભાઇ સાકરીયા (ઉ.વ. ૪૬), ભવાનીનગર શેરી નં. ૮ ના રંજનબેન લાલજીભાઇ બગથરીયા (ઉ.વ. ૬પ), સમૃધ્ધીનગર સોસાયટીના જાગૃતી વૈભવભાઇ કાંજીયા (ઉ.વ. રપ), સરલા મુકેશભાઇ ચૌહાણ (ઉ.વ. પ૦), વિજય પ્લોટ શેરી નં. ૮ના હંસાબેન નટુભાઇ મકવાણા (ઉ.વ. ૪ર), ભવાનીનગર શેરી નં. ૬ ના દીનાબેન મહેશભાઇ ગઢવી (ઉ.વ.૪૭), અંજુબેન મોહનભાઇ સોલંકી (ઉ.વ.૬૦), શેરી નં. ૧૪ના માધવીબેન સાગરભાઇ ખાંભલા (ઉ.વ. ર૪) અને આકાશદીપ સોસાયટીના મુકેશ જાગનાથભાઇ જોષી (ઉ.વ. ૬૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. તેમજ ત્રણેય દરોડામાં પકડાયેલા ર૧ શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

(3:54 pm IST)