Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રૂપાણી સરકારમાં વિકાસની સાથે વિશ્વાસ મુર્તિમંત થયો : ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

ચાર વર્ષના સુશાનની સિધ્ધીઓ : જનહિત કાર્યો અપાર : નિર્ણાયક નેતૃત્વને શુભેચ્છા

રાજકોટ તા. ૭ : ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાજયની નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્છા પાઠવતા જણાવ્યુ છે કે જનહિતના કાર્યો થકી સૌનો સાથ લઇ સૌના વિકાસની સાથે સૌનો વિશ્વાસ પણ મૂર્તિમંત થયો.

સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, ગામડાઓમાં આધુનિક શિક્ષણ, મેડીકલ કોલેજમાં બેઠકોનો ઉમેરો, કાયદામાં વ્યાપક બદલાવ સહીતના નિર્ણયોમાં ઉડીને આંખે વળગે તેવી સિધ્ધીઓ જોવા મળી હોવાની ખુશી તેઓએ વ્યકત કરી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ રૂપાણી સરકારના નેતૃત્વના ચાર વર્ષમાં થયેલ નિર્ણાયક કાર્યોને યાદ કરી શુભેચ્છા પાઠવતા જણાવ્યુ છે કે નર્મદા ડેમને મહતમ ઉંચાઇ સુધી પહોંચાડવા ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયામાં વર્લ્ડ કલાસ ટુરીઝમ, કોરોના મહામારીમાં આત્મનિર્ભર પેકેજ સહીતના  નિર્ણયોને સૌકોઇ આવકારી રહ્યા છે. આરએસએસના આદર્શોને વરેલા વિજયભાઇ ઉતરોતર પ્રગતિ કરે તેવી લાગણી સંયુકત યાદીમાં વ્યકત કરી છે.

(4:09 pm IST)