Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

‘મોમાઇની મહેર' લખેલા વાહનમાં દારૂ ભરેલો છે....બાતમી મળતાં વોચ રખાઇ અને

આજીડેમ ચોકડી પાસેથી મુળ શિવરાજપુરનો દિનેશ ૪.૩૨ લાખના જથ્‍થા સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાની બાતમી : પોલીસને જોઇ વાહન ભગાવતાં પીછો કરાયો

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડી અમુલ સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાંચે રૂા. ૧,૮૨,૪૦૦નો ૪૫૬ બોટલ દારૂ ભરેલા સફેદ રંગના માલવાહક વાહન નં. જીજે૨૩એક્‍સ-૪૦૦૨ સાથે ચુનારાવાડ ડાભી હોટેલવાળી શેરીમાં ભીમજીભાઇ લાખાભાઇ પરમારના મકાનમાં ભાડેથી રહેતાં મુળ જસદણના શીવરાજપુરના દિનેશ ધનજીભાઇ ઉર્ફ ઘુસાભાઇ પરમાર (કોળી) (ઉ.વ.૩૩)ને ઝડપી લઇ દારૂ, વાહન, મોબાઇલ ફોન મળી રૂા. ૪,૩૨,૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.
ડીસીબીના હેડકોન્‍સ. અંશુમનભાઇ ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્‍સ. પ્રતાપસિંહ મોયા, નિતેષભાઇ બારૈયા, દેવાભાઇ ધરજીયા સહિતની ટીમ આજીડેમ ચોકડી અમુલ સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાને બાતમી મળી હતી કે સરધાર તરફથી એક સફેદ રંગનુ અશોક લેલાન્‍ડ દોસ્‍ત વાહન આવી રહ્યું છે. જેમાં આગળના ભાગે કાચ પર ગુજરાતીમાં ‘મોમાઇની મહેર' લખેલું છે અને પાછળ તાલપત્રી ઢાંકેલી છે. આ વાહનના ઠાઠામાં દારૂ ભરેલો છે.
આ બાતમી પરથી આજીડેમ ચોકડીના નાલા પાસે ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ જવાના રસ્‍તા પર વોચ રાખવામાં આવી હતી. ત્‍યાં બાતમી મુજબનું વાહન થોડીવારમાં આવતાં તેને હાથથી ઇશારો કરી ઉભા રહેવા જણાવતાં ચાલકે ગ્રીનલેન્‍ડ ચોકડી તરફના સર્વિસ રોડ પર ભગાવી મુક્‍યું હતું. આથી  પોલીસની ટીમે પીછો કરી આગળ જતાં વાહન આંતરી લઇ ચાલકને દબોચી પુછતાછ કરતાં પોતાનું નામ દિનેશ પરમાર હોવાનું કહ્યું હતું.
તેના હસ્‍તકના વાહનમાં તપાસ કરતાં પાછળથી અલગ અલગ બ્રાન્‍ડનો રૂા. ૧,૮૨,૪૦૦નો ૪૫૬ બોટલ દારૂ મળતાં ગુનો નો઼ધી તેની ધરપકડ કરી મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની સુચના અને રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમે આ કામગીરી કરી હતી.


 

(11:12 am IST)