Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક સામે વાહનની ઠોકરે અજાણી મહિલાનું મોત

મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક હોટેલ સામેના રોડ પર અજાણી આશરે ૪૦ થી ૪૫ વર્ષની મહિલાને કોઇ વાહનની ઠોકરે ઇજા થતાં સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. એમ. અકવાલીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતક મહિલાના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:36 am IST)