Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

૩જી ઓકટોબરે ઉર્ષે રઝા

મહોર્રમ માસની કાલે પુર્ણાહૂતિ

રાજકોટ તા. ૭ :.. હાલમાં ચાલી રહેલ મહોર્રમ માસની આવતીકાલે પુર્ણાહૂતિ થનાર છે. કાલે બુધવારે મહોર્રમ માસનો ર૯મો દીવસ હોઇ કાલે સાંજે આકાશમાં ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના હોઇ ગુરૂવારથી ઇસ્લામી પંચાગનો બીજો મહીનો સફર શરૂ થઇ જશે.આ સફર માસમાં ર૮મા દિવસે ઇમામે હુસૈનના ભાઇ હઝરત ઇમામ હસન ત્થા ઉર્ષે નકશબંદી મનાવવામાં આવે છે એ પૂર્વે રપ મી સફરના ઉર્ષે રઝા ઉજવાય છે આ પ્રસંગે બરેલી (ઉત્તર પ્રદેશ)માં દરગાહે આ'લા-હઝરત ખાતે વિશ્વભરના સુન્ની બિરાદરો પહોંચે છે ત્યારે આ વખતે ઉર્ષ રઝા તા. ૩-૧૦-ર૧ ના રવિવારે હોઇ બપોરના ર.૩૮ વાગ્યાના કુલ શરીફમાં મસ્જીદોમાં હાજરી વધી જશે તેવી સંભાવના છે.

(11:40 am IST)