Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સાણથલી - શિવરાજપુરના ૨૫ ગામોમાં આચારસંહિતાઃ રાજકોટ જિલ્લા પંચાયતની કામગીરી પર અસર

કોરોનાની બીજી લહેર પછીની પહેલી ચૂંટણી : લેઉવા પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ

રાજકોટ,તા.૭ : જસદણ તાલુકામાં આવેલ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટાચૂંટણી ૩ ઓકટોબરે યોજવા માટે ચૂંટણી પંચે જાહેરાત કરી છે. સાણથલીના ૧૫ અને શિવરાજપુરના ૧૦ સહિત કુલ ૨૫ ગામોમાં ગઇ કાલ સાંજથી આચારસંહિંતા બન્ને મતક્ષેત્રો કહેવા મુજબ આચારસંહિતા બન્ને મતક્ષેત્રો પુરતી રહેશે પણ તેની અસર જિલ્લા પંચાયતની કામગીરી પર થશે. પંચાયતની વહીવટી પાંખ કે ચૂંટાયેલી પાંખ બન્ને મતક્ષેત્રના લોકો પર પ્રભાવ પાડી શકે તેવા કોઇ નિર્ણય કરી શકશે નહિ.

સાણથલી અને શિવરાજપુર બન્નેમાં ૨૨ થી ૨૫ હજાર મતદારો છે. સાણથલીના ભાજપના મહિલા સભ્યના અવસાનથી અને શિવરાજપુરના કોંગી સભ્યના અવસાનથી બેઠક ખાલી પડી છે. બન્નેમાં અનુક્રમે લેઉવા પાટીદાર અને કોળી સમાજના મતદારો નિર્ણાયક છે.

કોરોનાની બીજી લહેર પછી તેમજ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય ચૂંટણી પછી પ્રથમ વખતે પેટાચૂંટણી આવી છે. મુખ્યત્વે ભાજપ-કોંગી વચ્ચે સ્પર્ધા થવાના એંધાણ છે. જિલ્લા પંચાયતમાં હાલ કોંગીના અને ભાજપના ૨૪ સભ્યો ચૂંટાયેલા છે.

(1:18 pm IST)