Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જંગલેશ્વર વિસ્તારમાં ટી એન્ડ ડી લોસ ૭૦% અધિકારીઓ ચોંકયા : સવારથી વીજ દરોડા : લોકોના ટોળા : અમુક ઘર બંધ કરીને ભાગી છૂટ્યા

જંગલેશ્વરમાં ૬ ટીમો તથા ગાયકવાડીમાં ૫ ટીમો ત્રાટકી : કુલ ૬ વિસ્તારમાં ૧૯ ટીમો દ્વારા દરોડાનો દોર : સાંજે રીપોર્ટ જાહેર થશે : જંગલેશ્વરમાં જીઈબીની ૨૦ ટીમોને મોટી સફળતા : ૧ વાગ્યા સુધીમાં ૧૩થી વધુ ડાયરેકટ વીજ ચોરી પકડાઈ : લાખોના બીલ ઠપકારાશે : કનેકશન બધા કાપી નખાયા

રાજકોટ, તા. ૭ : આજે સવારે ૧૦ વાગ્યાથી પીજીવીસીએલના એમડી ધીમતકુમારની સીધી સુચના બાદ રાજકોટના સેન્સેટીવ ગણાતા વિસ્તાર જંગલેશ્વર, ગાયકવાડી, જંકશન પ્લોટ તથા અન્ય બે થી ત્રણ વિસ્તારમાં જીઈબીની ૧૯ જેટલી ટીમો દ્વારા વીજચોરી પકડી લેવા માટે દરોડાનો દોર શરૂ થયો છે.

જંગલેશ્વર વિસ્તારમાં ૭૦% આસપાસ ટી એન્ડ ડી વીજ લોસ હોય અડધો ડઝન ટીમો આ વિસ્તારમાં ત્રાટકી છે. ડાયરેકટ લંગરીયા તથા મીટરમાં ચેડા સહિતની ચેકીંગ સહિતની ટીમો વિડીયોગ્રાફી, જીઈબીની પોલીસ અને એક આર્મી મેનને સાથે રાખી દરોડાનો દોર શરૂ કર્યો છે. જંગલેશ્વરમાં ટીમો ત્રાટકતા અમુક લોકો પોતાના ઘર બંધ કરી ચાલ્યા ગયા હતા અને લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. વાતાવરણ થોડુ ઉગ્ર બની ગયુ હતું. આ ઉપરાંત ગાયકવાડીમાં ૫ થી ૬ ટીમો, જંકશન પ્લોટ વિસ્તારમાં ૩ ટીમો તથા અન્ય બે થી ત્રણ વિસ્તારમાં ૭થી ૮ ટીમોએ વીજચોરી સામે જુંબેશ શરૂ કરી છે. આ દરોડાનો દોર બપોરે ૧ સુધી ચાલશે અને સાંજે કેટલી વીજચોરી ડાયરેકટ પકડાઈ તથા લોડ વધારા અંગેના કનેકશન પકડાયા તેની વિગતો જાહેર થશે. સમગ્ર દરોડા અંગે જીઈબી રાજકોટ સર્કલના સુપ્રિ. ઈજનેર શ્રી કારીયા મોનીટરીંગ કરી રહ્યા છે.

(3:06 pm IST)