Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સુખરામનગરના સોનલબેનને જુની ફરિયાદનો ખાર રાખી ખૂનની ધમકી

દેવસુર ઉર્ફ દેવા સામે ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ સુખરામનગર-૩ ચારણ સમાજની વાડી પાછળ રહેતાં સોનલબેન કરસનભાઇ લાંબા (ગઢવી) (ઉ.વ.૪૦) પર દેવસુર ઉર્ફ દેવો લાખાભાઇ લાંબા નામના શખ્સે તા. ૬ના રોજ ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપતાં ફરિયાદ નોંધાવી છે.

ભકિતનગરના એએસઆઇ બી. પી. સોલંકીએ સોનલબેનની ફરિયાદ પરથી દેવસુર ઉર્ફ દેવા સામે ગુનો દાખલ કર્યો છે. અગાઉ સોનલબેને આ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી ગાળો ભાંડી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. 

(3:06 pm IST)