Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

મિત્ર ફોટા પડાવવા માટે દાગીના લઇ ગયો, તેમાંથી લક્કી પાછી ન દેતાં વાંકાનેરના પ્રકાશે ફિનાઇલ પીધું

રાજકોટ તા.. ૭: વાંકાનેર મિલ પ્લોટ નવજીવન સોસાયટીમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં પ્રકાશ નથુભાઇ ચાવડા (ઉ.વ.૩૭) નામના યુવાને સાંજે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. પ્રકાશના સગાના કહેવા મુજબ પ્રકાશ પાસેથી તેનો મિત્ર સાતમ આઠમના તહેવાર પર પોતાને ફોટા પડાવવા હોઇ જેથી પ્રકાશના સોનાના દાગીના પહેરવા લઇ ગયો હતો. જેમાંથી એક લક્કી પાછી ન આપી હોઇ પ્રકાશ તેના ઘરે લેવા જતાં માથાકુટ કરવામાં આવતાં અને લક્કી નહિ અપાતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભર્યુ હતું. પોલીસે ખરેખર શું બન્યું? તે અંગે તપાસ હાથ ધરી છે. 

(3:07 pm IST)