Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પગાર માંગતા શાપરના સલિમભાઇને સલિમભાઇએ ધોકાના ઘા દીધા

ડ્રાઇવીંગ કરતાં હોઇ તેની લેણી રકમ લેવા રાજકોટ રસુલપરામાં આવતાં માથાકુટ કરી હુમલો કરાયો

રાજકોટ તા. ૭: શાપર વેરાવળમાં મસ્જીદ પાસે રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરતાં સલિમભાઇ નુરમહમદભાઇ ગાળા (સુમરા) (ઉ.વ.૫૮)ને રાત્રે અગિયારેક વાગ્યે રાજકોટ ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરામાં એસએન ટ્રાન્સપોર્ટ પાસે હતાં ત્યારે સલિમભાઇ અને અજાણ્યાએ મળી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ઘાયલ સલિમભાઇના કહેવા મુજબ પોતે ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવીંગ કરતાં હોઇ પોતાના પગારની અમુક રકમ લેવાની બાકી હોઇ ઉઘરાણી કરવા માટે રસુલપરામાં આવતાં ટ્રાન્સપોર્ટવાળા સલિમભાઇએ પગાર બાબતે ઝઘડો કરી ધોકાવાળી કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. 

(3:08 pm IST)