Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

નાલંદા તિર્થધામમાં કાલે મહાવીરજયંતિ ઉજવાશેઃ તપ-ત્યાગની હેલી

આખો દિવસ મહાવીરાય નમઃના જાપ પ્રભાવના-ઇનામો અપાશે

રાજકોટ, તા.૭: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા.૮-૯-૨૧ને બુધવારના રોજ સવારે ૮:૧૫ થી ૯:૧૫ સુધી ભકતામર પાઠ ૯:૧૫થી ૧૦:૩૦ સુધી મહાવીર જન્મ દિવ્ય દેશના, લાખેણા ઇનામોની વણઝાર મહાવીર-જયંતિના દિને વિવિધ ઇનામોનો ભવ્ય ખજાનો ખુલશે. સવારે ૯:૩૦ કલાકે સુધી જ ચીઠ્ઠી નાંખવા દેવામાં આવશે. મહાવીરની મહત્તા વિશે પૂ.મહાસતીજી જોશીલી જબાન દ્વારા ઉપદેશ અને સંદેશ પાઠવશે. અનેક દાતાઓ તરફથી ઉપદેશના પૂર્ણ થયા બાદ બહુમાન - પ્રભાવના કરવામાં આવશે. આખો દિવસ  'મહાવીરાય નમઃ'ના જાપ થશે. ધર્મધ્યાનથી ધમધમતું તીર્થધામ પૂ.મહાસતીજીની સાધના કુટિરમાં માગંલિક-જાપનો લાભ લેવા માટે માનવમહેરામણ ઉમટી પડેલ છે. પૂ.મહાસતીજીનો સંદેશ છે કે જીભ જાપમય, મન મૈત્રીમય, પળ, પરમાત્મામય, સમય સાધનામય, અંતર શ્રધ્ધામય બનાવતા શીખો. રાજકોટના શ્રેષ્ઠીવર્યા રોજ દર્શન - વંદનનો લાભ લઇ રહ્યા છે. સંવત્સરી મહાપર્વના દિને અંતર આલોચના તથા સાંજે વડિલો - વૃધ્ધો-ભાઇઓ-બહેનો માટે ખાસ પ્રતિક્રમણની વ્યવસ્થા નીચે રાખવામાં આવેલ છે. નાલંદા તીર્થધામ પૂ.મોટા મહાસતીજીની તપોભૂમિ, સાધનાભૂમિ- ચૌદ વર્ષની અખંડ સાધનાની ઉર્જાશકિતથી ભરપૂર, અમેની સાધનાના વાઇબ્રેશનથી દિવ્ય અનુભૂતિનો અહેસાસ દરેક સાધકને થઇ રહ્યો છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી આદિનાથ ટ્રસ્ટ, સોનલ સેવા મંડળ, ચંદ્રભકત મંડળ સતત જહેમત ઉઠાવી રહ્યુ છે.

(3:12 pm IST)