Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જૈન શ્રેષ્ઠીઓ- સંઘો-આમંત્રિતોએ દર્શન-વંદનનો લાભ લીધો

મણિયાર દેરાસરે

રાજકોટ, તા. ૭ : શહેર મધ્યે આવેલ ૭૫ વર્ષ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (મણિયાર દેરાસર)માં પર્યુષણ પર્વ દરમ્યાન દરરોજ પરમાત્માની ભવ્ય આંગી રચવામાં આવે છે તેમજ દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્યે ભકિતકાર બિમલ શાહ એન્ડ પાર્ટી તેમના સુમધુર સંગીત સાથે પ્રભુજી ની સુંદર ભકિત ભાવનાની રમઝટ બોલાવી ને શ્રોતાઓ ને પ્રભુ ભકિતમાં લીન કરે છે.

આજરોજ પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે સોમવાર ના રોજ સંઘના આમંત્રણ ને સ્વીકારીને ખાસ આમંત્રિતોમાં જૈન શ્રેષ્ઠી જયેશભાઈ શાહ (સોનમ કવાર્ટઝ) પરિવાર સાથે પધારેલ તેમજ શ્રી જાગનાથ જિનાલયના કન્વિનર તરૂણભાઈ કોઠારી તથા કમિટી મેમ્બર્સ પધારેલ, તેમજ જીવદયાપ્રેમી રમેશભાઈ ઠક્કર પરિવાર સાથે તેમજ સંઘના ખાસ આમંત્રણને માન આપીને જૈનમ ગ્રુપના સભ્યો જીતુભાઈ કોઠારી, જયેશભાઈ વસા, મેહુલભાઈ દામાણી, સુજીતભાઈ ઉદાણી, નિલેશભાઈ ભાલાણી (ભીમભાઇ), સેજલભાઈ કોઠારી, તરૂણભાઈ કોઠારી, જયેશભાઈ મહેતા, અમીષભાઈ દેસાઈ, નિલેશભાઈ કામદાર, અશોકભાઈ વોરા, ભરતભાઈ કાગદી, કેયુરભાઈ વોરા, જીતુભાઈ લાખાણી, કિર્તીભાઇ દોશી, હિતેશભાઈ શાહ ભકિત ભાવનામાં પધારેલ. તેમની સાથે ગ્રુપના જ સભ્યો જીતુભાઈ મારવાડી અને કેતનભાઈ ગોસલિયા જોડાયેલ. પરમાત્માની આરતીનો લાભ કેયુરભાઈ વોરાએ તેમજ મંગલ દિપકનો લાભ જૈનમ ગ્રુપએ લીધેલ.

(3:12 pm IST)